મારી નાખવાની ધમકીના ગુનામાં બે શખ્સોને ઝડપી લેતી એસ.ઓ.જી. ટીમ

1427

નિલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલ જાનથી મારી નાખવાની ધમકી ગુનામાં ફરાર બે શખ્સોને એસ.ઓ.જી.એ ઝડપી લઈ નીલમબાગ પોલીસને સોંપી દીધા હતા. એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચનાથી  સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના પોલીસ હેડકોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવીને મળેલ સંયુકત બાતમી આધારે નિલમબાગ પોલીસ સ્ટેશન ઇ.પી.કો. કલમ ૫૦૬(૨),૧૧૪ વિ. મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી પૃથ્વીરાજસિંહ નીરૂભા જાડેજા ઉ.વ.૨૪ ભરતનગર, યોગેશ્વરનગર, પ્લોટનં-૮૬૩૬ ભાવનગર વાળાને એસ.ટી. સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડેલ અને ઇસમની ઉપરોકત ગુન્હામાં અન્ય નાસતા ફરતા અજાણ્યા ઇસમ બાબતે આગવી ઢબે પુછપરછ કરતા કિંજલભાઇ દીપકભાઇ જોષી હોવાનુ જણાવેલ જેથી ઇસમ કિંજલભાઇ દીપકભાઇ જોષી ઉ.વ.૨૪ રહે.શિક્ષક સોસાયટી પ્લોટનં-૧૩૬ ભાવનગરવાળાને બાતમી આધારે સર પી.પી. સાયન્સ કોલેજના ગેટ પાસેથી પકડી પાડી બન્ને આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ.

Previous articleનંદકુંવરબા કોલેજની વિદ્યાર્થીનીઓનો મહાબળેશ્વર, ઈમેજીકા પ્રવાસ યોજાયો
Next articleવિકાસ કામો અંગે ઉપવાસ પર બેઠેલા કોંગ્રેસના નગરસેવકોને પારણા કરાવાયા