ખારગેટમાં આવેલ જર્જરીત ઈમારતથી લોકો ભયભીત

928

શહેરના ખારગેટ વિસ્તારમાં આવેલ એક વર્ષો જુની ઈમારત લાંબા સમયથી ભયજનક સ્થિતીમાં છે. જેને સમારકામ અગર ધ્વંસ કરવાની તસ્દી તંત્ર દ્વારા લેવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.

એમ.જી.રોડ ખારગેટ ચોક ખોડીયાર હોટલ સામે આવેલ ત્રણ માળનું મકાન નિતીનભાઈ ઠક્કર નામના આસામી માલિકી ધરાવે છે આ બિલ્ડીંગનું બાંધકામ વર્ષો જુનુ હો જેને લઈને ગમે તે ઘડીએ તુટી પડે તેવી સ્થિતીમાં છે આ મકાનના નિચેના ફલોર પર ત્રણથી ચાર દુકાનો આવેલી છે જેના વેપારીઓ જર્જરીત ઈમારનતા પગલે ભયનો અનુભવ કરી રહ્યા છે. કારણ કે દરરોજ આ મકાન પરથી થોડા થોડા હિસ્સો નિચે પડે છે. આ અંગે દુકાનદારોએ મકાન માલિકને વાંરવાર ફરિયાદો કરવા છતા કોઈ વાત કાને ધરી નથી તથા બીએમસીના સ્તાવાળાઓને રજુઆત કરતા તેમણે માત્ર નોટીસ પાઠવવાથી સંતોષ માન્યો છે ચોમાસાના સિઝનમાં ગમે ત્યારે મોટી દુર્ઘટના ઘટવાની ભીતી સેવાઈ રહી છે.

Previous articleશિશુવિહારનાં સ્થાપક સભ્ય હીરાબેન ભટ્ટના શતાબ્દી વર્ષની ઉજવણી કરાશે
Next articleપંચમઢી ખાતે નેશનલ એડવેન્ચર કેમ્પમાં ભાવનગર સ્કાઉટ ગાઈડનો શ્રેષ્ઠ દેખાવ