પાલીતાણામાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ કરાયું

1585

પાલીતાણામાં વિશ્વ વન દિવસના અનુસંધાને તાલુકા પંચાચયત કચેરીના પટાંગણમાં એક વન પર્યાવરણ કાર્યક્રમ અન્વયે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ હતું. જે કાર્યક્રમમાં પાલીતાણા ૧૦૨ મત વિસ્તારમાં ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા તથા તાલુકા પંચાયત પ્રમુખ શારદાબેન વાઢેર, કારોબારી ચેરમેન મધુબેન ડાભી, તાલુકા વિકાસ અધિકારી એસ.બી.જાની તથા એસ..ડી.દવે, તાલુકા પંચાયતના તમામ સદસ્ય અને તાલુકા પંચાયત કચેરીના તમામ અધિકારીઓ હાજર રહેલા હતાં. આ ઉપરાંત ફોરેસ્ટ વિભાગના ફોરેસ્ટ આર.ડી. બ્લોચ અને ગૌતમભાઈ પંડ્યા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત હતાં.

કાર્યક્રમમાં તાલુકા પંચાયત કચેરીના મેદાનમાં રોપાઓનું વાવેતર કરવામાં આવેલ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોનાં હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ તથા કાર્યક્રમ બાદ કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત તમામ લોકોને રોપાઓનું વિતરણ કરવામાં આવેલ તથા પર્યાવરણની જાળવણીનું હત્વ તથા ઉપયોગીતા અને જરૂરીયાત વિશે ચર્ચા કરી હતી.

Previous articleઘોેઘા ખાતે પર્યાવરણ દિન નીમિત્તે વૃક્ષારોપણ
Next articleવિશ્વ પર્યાવરણ દિને ચિત્ર સ્પર્ધા