શિયાળબેટમાં ગ્રામસભા યોજાઈ એસટી સુવિધાની કરાયેલી માંગ

1160

અરબી સમુદ્ર મધ્યે શિયાળબેટ ગામે તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ગ્રામસભા સરપંચ દ્વારા થયેલ અને બાકી રહેલ વિકાસના કામોની માંગ સાથે ઠરાવો સહિત ગ્રામસભા યોજાઈ હતી.

અરબી સમુદ્રના ટાપુ શિયાળબેટ કે જે ૧૦ હજારની વસ્તી ધરાવતા ગામે ઈન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી કે.પી. વાઢેરની અધ્યક્ષતામાં ગ્રામસભા યોજાઈ. જેમાં હાલના સરપંચ ભાનુબેન હમીરભાઈ શિયાળ, ઉપસરપંચ રૂપસંગભાઈ, પૂર્વ સરપંચ હમીરભાઈ શિયાળ કે જેણે કરોડો રૂપિયાના ખર્ચે દરિયાના ખારા પાણીમાં અન્ડર ગ્રાઉન્ડ ઈલેક્ટ્રીક વાયરો પાથરી શિયાળબેટને જગમગતું આઝાદી પછી પહેલીવાર કરી દીધુ તેમજ હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે નર્મદા યોજનાનું મીઠુ પાણી ગામમાં છેક વિક્ટરથી શિયાળબેટ દરિયાના પેટાળમાં પાણીની પાઈપલાઈન પાથરવાનું કામ શરૂ છે ત્યારે આજની ગ્રામસભામાં ગામના વિકાસ માટે એ.ટી.વી.ટી. તેમજ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કરવાના થતાં કામોનું આયોજન કરવામાં આવ્યું તેમજ ગામના સરપંચ ભાનુબેન શિયાળ તેમજ ઉપસરપંચ રૂપસંગભાઈની સરકારી એસ.ટી. સુવિધા દરરોજ એક જ વાર સવારે જતી હોય ત્યારે દિવસમાં સવારે બપોરે અને સાંજના સમયે આમ ત્રણ વખત એસ.ટી. બસ જે.ટી. સુધી આવે તેવી માંગ કરાઈ છે તેમજ શિયાળબેટ ગામની આ માંગ એસ.ટી. વિભાગના ભરતભાઈ વરૂએ રીપોર્ટ કરી અમરેલી ડીવીઝનમાં મોકલી આપેલ છે. આ ગ્રામસભામાં ઉપસ્થિત ગ્રામ પંચાયત કચેરીના રૂડીબહેન બારૈયા, કાળીબેન ગુજરીયા, માનસંગભાઈ શિયાળ, શિવાભાઈ નગાભાઈ શિયાળ અને ગામ આગેવાન સરમણભાઈ ગાંડાભાઈ શિયાળ ઉપસ્થિત રહેલ.

Previous articleચિત્રા વિસ્તારમાં ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો : એક ફરાર
Next articleફોટોગ્રાફર પિતા-પુત્રી સહિત ૧પ કલાકારનું મુખ્યમંત્રી દ્વારા સન્માન