મુસ્લિમ રાષ્ટ્રીયમંચ દ્વારા મુંબઈમાં યોજાયેલી ઈફતાર પાર્ટીમાં હજ કમિટીના ચેરમેનની હાજરી

2094

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલ સંગઠન મુસ્લિમ રાષ્ટ્રીય મંચ તરફથી મુંબઈના મલબાર હિલમાં આવેલ સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં ઈફતાર પાર્ટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સદર ઈફતાર પાર્ટીમાં વિશ્વના અમેરિકા, તુર્કસ્તાન, ઈઝરાઈલ, હંગેરી, ઈરાન વિગેરે દેશોના રાજદૂતો ભારતના વિવિધ રાજ્યોના ર૦૦ પ્રતિષ્ઠિત મુસ્લિમ આગેવાનો ઉપરાંત ૧૦૦ અન્ય સમુદાયના મહાનુભાવો તથા રઝા મુરાદ જેવા ફિલ્મી કલાકારોએ હાજરી આપી હતી. આ ઈફતાર પાર્ટીના મુખ્ય આયોજક અને મુસ્લિમ રાષ્ટ્રીય મંચના રાષ્ટ્રીય સંયોજક વિરાગ પાચપોરના ખાસ આમંત્રણને માન આપીને ગુજરાતમાંથી મુસ્લિમ રાષ્ટ્રીય મંચના પ્રદેશ સંયોજક ઝહીર ગનીભાઈ કુરેશી તથા ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન પ્રિન્સીપાલ મોહમ્મદઅલી કાદરી ખાસ હાજર રહ્યાં હતા.

Previous articleપર્યાવરણ સપ્તાહ અંતર્ગત પાલીતાણામાં પ્લાસ્ટીક ડ્રાઈવ
Next articleસિદસર રોડ પરથી જુગારધામ ઝડપાયું