મહાત્મા મંદિર ખાતે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો

0
701

મહાત્મા મંદિર ખાતે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ યુનિવર્સીટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો હતો. રાજયમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે, રમતગમત દ્વારા ઉત્તમ ખેલદીલીની ભાવના થકી સંસ્કારોનું સિંચન કરીએ. જેટલું મહત્વ સમાજમાં ઉત્સવનું છે તેટલું જ મહત્વ રમતગમતનું છે. વડોદરા જિલ્લાના ડેસર ખાતે ૧૦૪ એકરથી વધુ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્પોર્ટસ સંકુલ બની રહ્યું છે. રમતગમત ક્ષેત્રે વિવિધ વિદ્યાશાખાના પ૭૯ વિદ્યાર્થીઓને ડીગ્રી તેમજ ડિપ્લોમાંની પદવી આ તબકકે એનાયત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here