જગન્નાથજી રથયાત્રા કાર્યાલયનું રવિવારે ઉદ્દઘાટન, ધ્વજારોહણ

0
1273

આગામી તા.૧૪ જુલાઈને શનિવારે, અષાઢી બીજના દિવસે ભાવનગર શહેરમાં પરંપરાગત રીતે નિકળનારી ભગવાન જગન્નાથજીની ૩૩મી રથયાત્રાના કાર્યાલયનો ઉદ્દઘાટન સમારોહ અને ધ્વજારોહણ કાર્યક્રમ તા.૧૦ જૂનને રવિવારના રોજ સંતો-મહંતોની ઉપસ્થિતિમાં કાળુભા રોડ ખાતે યોજવામાં આવશે.

સ્વ.ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ-ભાવનગર દ્વારા આયોજીત ભગવાન જગન્નાથજીની ૩૩મી રથયાત્રાનું આગામી તા.૧૪ જુલાઈને શનિવારના રોજ આયોજન કરવામાં આવનાર છે ત્યારે રથયાત્રા કાર્યાલયનું ઉદ્દઘાટન તથા ધ્વજારોહણનો કાર્યક્રમ તા.૧૦ જૂનને રવિવારે સવારે ૧૦-૩૦ કલાકે સત્યનારાયણ મંદિરની બાજુમાં, કાળુભા રોડ ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ડો.રામપ્રિયદાસજી, પૂ.માધવચરણદાસજી, પૂ.નારાયણદાસબાપુ, પૂ.કે.પી. સ્વામી, પૂ.અભિરામદાસજી, પૂ.બલરામબાપુ, નાની ખોડીયારવાળા ગરીબરામબાપુ, પૂ.ઓલીયાબાપુ, કોળીયાકના લલીતકિશોરદાસ, પૂ.તપાનંદજી મહારાજ, મારૂતિ યોગઆશ્રમના વિશ્વંભરદાસજી, શાસ્ત્રી અનિરૂધ્ધસ્વામી સહિત સંતો-મહંતો તેમજ રાજકિય આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદ્‌ઘાટન અને ધ્વજારોહણ કરાશે ત્યારબાદ સંતો-મહંતો આશિર્વચન પાઠવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here