મહુવાની સગીરા ઉપર બુકાનીધારી શખ્સે દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી

0
559

ભાવનગર જિલ્લાના મહુવા ગામે અતિ શરમજનક ઘટના સામે આવી છે. જેમાં કોઈ બુકાનીધારી શખ્સે ચાર માસ પૂર્વે ૧૩ વર્ષિય સગીરાને ઉપાડી જઈ તેણીની ઈચ્છા વિરૂધ્ધ દુષ્કર્મ આચરી નાસી છુટ્યો હતો. સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.

બનાવની મળતી વિગત મુજબ, મહુવાના ખાર વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષિય સગીરાને ચાર માસ પૂર્વે કોઈ અજાણ્યો શખ્સ મોઢે રૂમાલ બાંધી સગીરાનું અપહરણ કરી લઈ જઈ સગીરાની ઈચ્છા વિરૂધ્ધ દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો હતો. સગીરાને ચાર માસ બાદ ગર્ભ રહી ગયાની જાણ તેના પરિવારજનોને થતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને પરિવારજનો પર જાણે આભ તુટી પડ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. બનાવ અંગે મહુવા પોલીસે સગીરાની ફરિયાદ લઈ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ કલમ ૩૭૬, ૩૬૩, પોસ્કોની કલમ ૪-ક મુજબ ગુનો નોંધી વધુ તપાસ પી.આઈ. વારોતરીયાએ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here