૪ જૂન સુધીમાં સૌથી વધુ ઇ-વે બિલ જનરેટ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું

1836

ગુજરાત હજુ પણ ઇ-વે બિલના અમલીકરણમાં પ્રથમ સ્થાન જાળવી રહ્યું છે. જૂન ૪ સુધીના પ્રાપ્ત થતાં આંકડા મુજબ રાજ્યમાં વ્યાપારી કર વિભાગે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, પહેલી એપ્રિલથી ૪ જૂન વચ્ચે માલના આંતર અને ઇન્ટ્રા-સ્ટેટ આવનજાવન માટે રાજ્ય દ્વારા ઈ-વેઝ બિલની સૌથી વધુ સંખ્યામાં વધારો થયો છે. ૧.૦૩ કરોડની કીમતના ઇ-વે બિલ જનરેટ કરવામાં આવ્યાં છે.

ઈ-વે બિલ જનરેટ કરવામાં ગુજરાત બાદ મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને હરિયાણા છે. નોંધનીય છે કે રાજ્યમાં ૩૯ મોબાઇલ સ્કવોડની રચના કરવામાં આવી છે, જે રાજ્યભરમાં સરપ્રાઈઝ તપાસ અને ઇ-વે બિલની ચકાસણી કરે છે. ગુજરાતમાં ઇ-વેઝ બિલની સંખ્યા દેશમાં બનતાં કુલ ઈ-વે બિલની સંખ્યાના અંદાજે ૨૦% જેટલાં હોવાનું જણાવાયું હતું. ઇ-વે બિલ સીસ્ટમની શરૂઆત ૧ એપ્રિલના રોજ કરવામાં આવી હતી, જેમાં વેપારીઓ અને ટ્રાન્સપોર્ટર્સ એક રાજ્યથી બીજા રાજ્યમાં રુપિયા ૫૦,૦૦૦થી વધુની કીમતના ૧૯ કોમોડિટીઝના ઇન્ટ્રા-સ્ટેટ વ્યાપાર માટે જરુરી બનાવાયાં છે.

Previous articleગુજરાતમાં ગરમીનો પારો યથાવત રહેતા લોકો ત્રાહીમામ
Next articleગુજરાતભરમાં વન્ય બહાર વૃક્ષોની સંખ્યા ૩૪ કરોડ છે