ગુજરાતભરમાં વન્ય બહાર વૃક્ષોની સંખ્યા ૩૪ કરોડ છે

0
1468

રાજયના વન વિભાગ અને જન ભાગીદારીથી દર ચોમાસાની ઋતુમાં વન મહોત્સવ અને વિવિધ સ્થળોએ વૃક્ષારોપાણનું આયોજન કરવામાં આવે છે જેના પરિઁણામરૂપે રાજયમાં વન વિસ્તાર તેમજ વન વિસ્તાર બહારના વૃક્ષોમાં નોંધપાત્ર વધારો થયો છે વૃક્ષ ગણતરી અંદાજ-૨૦૧૭ મુજબ વન વિસ્તાર બહારના વિસ્તારમાં વૃક્ષોની સંખ્યા ૩૪.૩૫ કરોડ થવા પામી છે એટલે કે, રાજયમં પ્રતિ હેકટર ૨૨.૩૮ વુક્ષ આવેલાં છે જે છેલ્લા દસ વર્ષમાં વૃથોની સંખ્યામાં ૨૦ ટકાનો વધારો દર્શાવે છે, તેમ અદિક અગ્ર મુખ્ય વન સંરક્ષકની કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે. યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયાના વર્ષ-૨૦૧૭ના અહેવાલ પ્રમાણે રાજયમાં કુલ ફોરેસ્ટ કવર વર્ષ-૨૦૧૫માં ૧૪૬૬૦ ચો.કિ.મિ. હતુ જે વર્ષ ૨૦૧૭માં ૧૪૭૫૭ ચો.કિ.મિ. થયુ છે માત્ર બે વર્ષમાં જ ૯૭ ચો.કિ.મિ.નો વધારો નોંધાયો છે વન વિસ્તાર બહાર વુક્ષ આચ્છાદિત વિસ્તાર રાજયવા કુલ ભૌગોલિક વિસ્તાર ૪.૦૯ ટકા જેટલો થાય છે જે દેશના ૨.૮૨ ટકા કરતા ઘઁણો વધારે છે જે દેશના બે રાજયો ગોવા અને દિલ્હીને બાદ કરતા સમગ્ર દેશમાં ગુજરાત ત્રીજા ક્રમે છે. આઈ ઉપરાંત વન વિસ્તાર બહારનો વુક્ષ અચ્છાદિત વિસ્તાર ૮૦૨૪ ચો.કિ.મિ. છે આમ રાજયના કુલ વન વિસ્તરા ૨૨૭૮૧ ચો.કિ.મિ.થયો છે જે રાજયના ભૌગોલિક વિસ્તારના ૧૧.૬૧ ટકા જેટલો છે. રાજય મેન્ગ્રુવ વિસ્તાર જે વર્ષ ૨૦૦૧માં ૯૧૧ ચો.કિ.મિ. હતો તે વર્ષ-૨૦૧૭માં ૧૧૪૦ ચો.કિ.મિ. થયો છે.  સમગ્ર દેશમાં મેન્ગ્રુવ વિસ્તારમાં સતત વધારો કરતું એક માત્ર રાજય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here