વિશ્વ યોગ દિવસ ઉજવણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી

0
1016

યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા મળેલી એક અમૂલ્ય ભેટ છે. વિશ્વના તમામ નાગરિકો માનસિક, આધ્યાત્મિક અને શારિરીક શાંતિ મળે તેવા હેતુ સાથે સમગ્ર વિશ્વમાં તા. ૨૧મી જૂને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે સમગ્ર વિશ્વમાં ચોથા યોગ દિવસની ઉજવણી થનાર છે. જેના ભાગરૂપે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પતંજલી યોગ સમિતિના સહયોગથી ગાંધીનગરના સેકટર-૨૧ જીમખાના ખાતે  માસ્ટર ટ્રેનર્સની યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોગ શિબિર તા. ૭ થી ૧૩મી જૂન, ૨૦૧૮ સુધી ચાલું રહેશે. આ યોગ શિબિરમાં ભાગ લેનાર વ્યક્તિઓ તા. ૨૧મી જૂનના રોજ યોજાનાર અને તે પહેલા યોજાનાર વિવિધ યોગ શિબિરમાં તાલીમ આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here