ખેડૂતોની વિવિધ સમસ્યાઓ સંદર્ભે પાલિતાણા ખાતે કોંગ્રેસ દ્વારા રેલી

1165

પ્રદેશના આદેશ અનુસાર દરેક તાલુકા અને જિલ્લા મથકે કાર્યક્રમના અનુસંધાને આજે પાલીતાણા  કોંગ્રેસ દ્વારા રેલી કાઢીને આવેદનપત્ર આપવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું ગુજરાત ના ખેડૂતો વિવિધ સમસ્યાઓના મુદ્દે રસ્તા પર ઉતર્યા છે. કૃષિ મેળા યોજીને કરોડો રુપિયાનો ધુમાડો કર્યાં બાદ પણ ખેડૂતોની દશામાં કોઇ સુધારો થયો નથી. ખેડૂત આંદોલનને ટેકો આપી કોંગ્રેસે આજથી તા.૮,૯,૧૦ મીંએ ગુજરાત ભરમાં ધરણાં,રસ્તા રોકો અને જેલભરો આંદોલનનુ એલાન કર્યુ છે.કોંગ્રેસે ખેડૂતોની લડતમાં સહભાગી બની છે તાલુકા-જીલ્લાસ્તરે વિરોધ પ્રદર્શન કરવા નક્કી કર્યુ છે. એટલું જ નહીં,ભાજપ સરકારને જગાડવા ઘંટારવ કાર્યક્રમ યોજવા પણ કોંગ્રેસે આયોજન ઘડયુ છે જેના અનુસંધાને આજે પાલીતાણા  શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જૂના સરકીટ હાઉસ  ખાતે એકઠા થઇને સરકાર વિરોધી સૂત્રચાર કર્યા હતા અને પાલીતાણા  મામલતદાર કચેરી સુધી રેલી યોજીને આવેદનપત્ર સુપ્રીત કર્યું હતૂ રેલી દરમિયાન ઉભા રોડ પર સરકાર વિરોધી સૂત્રચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું જ્યારે મામલતદાર કચેરી પણ સુત્રોચારથી ગુંજી ઉઠી હતી કાર્યક્રમમાં તાલુકા અને શહેરના અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ કાયકમમાં ગૂજરાત પ્રદેશના મંત્રી  હાજી હયાતખાન બલોચ, પાલીતાણા તાલુકા કોગ્રેસના પ્રમુખ પ્રેમજીભાઈ ભીલ, પાલીતાણા નગરપાલિકા ના પુર્વ પ્રમુખ પ્રવિણભાઈ ગઢવી, નાનુભાઈ ડાંખરા, તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ ગોરધનભાઈ ગોટી, મયૂરસિહ સરવૈયા, અબ્બાસ માંકડા સહીત કોગ્રેસના  વિવિધ વિભાગના હોદ્દેદારો, કાર્યકરો જોડાયા હતાં.

Previous articleસિહોરના વેપારીઓએ હાનીકારક પ્લાસ્ટીક તંત્રને જમા કરાવી દીધુ
Next articleદામનગર સેવા સહ. મંડળીની વાર્ષિક સાધારણ સભા સંપન્ન