ખેડૂતોના વિવિધ પ્રશ્ને સિહોર કોંગ્રેસ દ્વારા રેલી

1135

પ્રદેશના આદેશ અનુસાર દરેક તાલુકા અને જિલ્લા મથકે કાર્યક્રમના અનુસંધાને આજે સિહોર કોંગ્રેસ દ્વારા રેલી કાઢીને આવેદનપત્ર આપવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું ગુજરાત સહિત દેશભરમાં ખેડૂતો વિવિધ સમસ્યાઓના મુદ્દે રસ્તા પર ઉતર્યા છે. કૃષિ મેળા યોજીને કરોડો રુપિયાનો ધુમાડો કર્યાં બાદ પણ ખેડૂતોની દશામાં કોઇ સુધારો થયો નથી. ખેડૂત આંદોલનને ટેકો આપી કોંગ્રેસે આજથી તા.૮,૯,૧૦ મીંએ ગુજરાત ભરમાં ધરણાં,રસ્તા રોકો અને જેલભરો આંદોલનનુ એલાન કર્યુ છે.કોંગ્રેસે ખેડૂતોની લડતમાં સહભાગી બની છે તાલુકા-જીલ્લાસ્તરે વિરોધ પ્રદર્શન કરવા નક્કી કર્યુ છે. એટલું જ નહીં,ભાજપ સરકારને જગાડવા ઘંટારવ કાર્યક્રમ યોજવા પણ કોંગ્રેસે આયોજન ઘડયુ છે જેના અનુસંધાને સિહોર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વડલચોક ખાતે એકઠા થઇને સરકાર વિરોધી સૂત્રચાર કર્યા હતા અને ત્યાં થી ભાવનગર રોડ આવેલ મામલતદાર કચેરી સુધી રેલી યોજીને આવેદનપત્ર સુપ્રીત કર્યું હતી રેલી દરમિયાન ઉભા રોડ પર સરકાર વિરોધી સૂત્રચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું જ્યારે મામલતદાર કચેરી પણ સુત્રોચારથી ગુંજી ઉઠી હતી કાર્યક્રમમાં તાલુકા અને શહેરના અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આજે ઘંટનાદ કરી કોંગ્રેસને જગાડાશે

સિહોર શહેર તથા તાલુકા કોંગ્રેસ દ્વારા આંધળી બહેરી સરકારને જગાડવા ઘંટ વગાડી જગાડવા પ્રયત્નો કરશે. આવતીકાલ તા.૯-૬-ર૦૧૮ને શનિવારના રોજ સાંજે ૬-૦૦ કલાકે સિહોર વડલા ચોક ખાતે સિહોર કોંગ્રેસ ઘંટ વગાડી સરકારને જગાડવા પ્રયત્નો કરશે. આ કાર્યક્રમમાં સિહોર શહેર કોંગ્રેસ તથા સિહોર તાલુકા કોંગ્રેસના આગેવાનો, અગ્રણીઓ, પદાધિકારીઓ, નગરસેવકો, તાલુકા પંચાયત સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, ચૂંટણી લડેલા ઉમેદવારો, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, આઈ.ટી. સેલ અને વિવિધ સેલના હોદ્દેદારો અને કાર્યકર મિત્રો ઉપસ્થિત રહેશે.

Previous articleવિશ્વ પર્યાવરણ સપ્તાહ નિમિત્તે સિહોરમાં વન વિભાગ દ્વારા રેલી
Next articleઘોઘાગેટ ચોકમાંથી ચોરી થયેલ સ્કુટર સાથે સિહોરનો શખ્સ ઝડપાયો