ઘરફોડ ચોરીના ગુનામાં વધુ એક ઈસમને ઝડપી લેતી એલસીબી

1112

શહેરના નિલમબાગ પોલીસ મથક તળે આવતા વિસ્તારમાંથી ૧૫ દિવસ પહેલાં વસીમ ઉર્ફે બંધાએ ચોરી કરેલ મુદ્દામાલ સાથે એલ.સી.બી.ટીમે અગાઉ સગીર સહિત બેને ઝડપી લીધા હતા જે ગુનામાં આજરોજ વધુ એક ઈસમને મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.

ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન વડવા,વાસણઘાટ પાસે આવતાં બાતમીરાહે હકિકત મળેલ કે,વસીમ ઉર્ફે લંઘો ગફારભાઇએ ચોરી કરેલ જેનો અમુક મુદ્દામાલ ઇનાયત મહંમદભાઇ બાવનકા પાસે છે.હાલ તે આ ચોરીનાં મુદ્દામાલ સાથે પોતાનાં કાળા કલરનાં એકટીવા સ્કુટર સાથે તમાકુ કલરનો શર્ટ તથા કોફી કલરનાં પેન્ટ પહેરેલ છે.તે રહીમ ઓટો ગેરેજ પાસે ઉભેલ છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં કાળા કલરનાં એકટીવા સ્કુટર રજી.નં.ય્ત્ન-૨૭-ઝ્રડ્ઢ ૧૪૨૪ ઉપર ઇનાયતભાઇ મહંમદભાઇ બાવનકા ઉ.વ.૨૭ રહે.વડવા,માઢીયા ફળી, ભાવનગરવાળો મળી આવેલ.તેની અંગજડતી કરતાં પહેરેલ પેન્ટનાં ખિસ્સામાંથી એક પ્લાસ્ટીકની કોથળીમાં ભરેલ ચાંદીના સિક્કા-લગડી  વિગેરે દાગીનાં કિ.રૂ.૧૧,૩૦૦/- તથા એકટીવા સ્કુટર કિ.રૂ.૩૫,૦૦૦/- મળી કુલ રૂ.૪૬,૩૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ.જે મુદ્દામાલ સીઆરપીસી કલમઃ-૧૦૨ મુજબ શક પડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરેલ.મજકુરને ઝ્રિ.ઁ.ઝ્ર. કલમઃ-૪૧(૧)ડી મુજબ ધોરણસર અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.તેની પુછપરછ કરતાં આજથી આશરે પંદરેક દિવસ પહેલાં ઉપરોકત તમામ દાગીનાં તેને તેનો મિત્ર વસીમ ઉર્ફે લંઘો આપી ગયેલ હોવાનું જણાવેલ.

આ કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રાનાંઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં વનરાજસિંહ ચુડાસમા, પરાક્રમસિંહ ગોહિલ, મહિપાલસિંહ ગોહિલ, સત્યજીતસિંહ ગોહિલ, મીનાજભાઇ ગોરી,શકિતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous articleરાજુલામાં કોંગ્રેસ દ્વારા ઝાલરનાદ સાથે રેલી યોજી
Next articleરૂવાગામ નજીકથી ઈગ્લીંશ દારૂ બિયર ભરેલી કાર ઝડપાઈ : બે ફરાર