બોટાદ એલસીબી દ્વારા લૂંટ તથા ચીલઝડપના ગુનાનો ભેદ ઉકેલાયો

0
1369

બોટાદ શહેરમાં થયેલ ર લૂંટ તથા ચીલઝડપના ગુનામાં સંડોવાયેલા લાઠી ગામના ૩ શખ્સોને ચોક્કસ બાતમી આધારે લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમએ મુદ્દામાલ સાથે ઝડપી લઈ ૪ વણઉકેલ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નિંગાળા ગામ પાસે આવેલ પેટ્રોલપંપ પર ગત તા.૧-૬-ર૦૧૮ના રોજ રાત્રિના સમયે પેટ્રોલપંપના કર્મચારીને માર મારી લૂંટ ચલાવ્યાની ફરિયાદ ગઢડા પો.સ્ટે.માં નોંધાવા પામી હતી. આ ઉપરાંત બોટાદના કેરીયા ગામે આવેલ ખોડીયાર મંદિરના પૂજારીને પણ અજાણ્યા શખ્સોએ માર મારી લૂંટ ચલાવી હતી. જે અંગે પણ ફરિયાદ નોંધાઈ હતી. તદ્દઉપરાંત દોઢ માસ પૂર્વે ખાંભડા ગામે એક મહિલાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ થવા પામી હતી અને ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાબેના રંગપર ગામે એક શખ્સને માર મારી તેની પાસેથી મોબાઈલ તથા રોકડ રકમની લૂંટ ચલવ્યાની ફરિયાદ વલ્લભીપુર પોલીસ મથકમાં નોંધાવા પામી હતી. આવા ગુનાની ઘટનાને બોટાદ પોલીસે ગંભીરતાથી લઈ બોટાદ એલસીબી પોલીસે ચોક્કસ બાતમી આધારે બોટાદના લાઠી ગામે રહેતા વિશુ ઉર્ફે નાનુ ચંદુ જીલીયા, હરેશ ઉર્ફે ભુરી ચંદુ જીલીયા, ઘનશ્યામ ઉર્ફે અંગી બચુ વાઘેલાને ઝડપી લઈ કડક પુછપરછ હાથ ધરતા આ ત્રણેય શખ્સોએ બોટાદ જિલ્લામાં ત્રણ તથા ભાવનગર જિલ્લાના વલ્લભીપુરના રંગપર ગામે આચરેલ ગુનાની કબુલાત આપતા પોલીસે આ શખ્સો પાસેથી ગુનાના કામે વપરાયેલ બાઈક, મોબાઈલ તથા અન્ય મુદ્દામાલ તથા રોકડ રકમ મળી કુલ રૂા.ર૭,૩૬૦નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here