શક્તિપીઠ અંબાજીમાં ભક્ત દ્વારા  સુવર્ણ શિખરમાટે એક કિલો સોનુ દાન

2117

અંબાજી શક્તિપીઠમાં વર્ષે દહાડે માઈ ભક્તોનું ઘોડાપુર ઊમટતુ હોય છે આ મંદિર પર ૩૫૮ સુવર્ણ કળશ લાગેલા હોઈ આ મંદિર ૫૧ શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે જાણીતુ બન્યું છે આ મંદિર ઉપર શિખર સુવર્ણમય બનાવવવા માટે ૨૦૧૧ મા સુવર્ણ દાનની સ્કીમ શરૂ કરવામાં આવી હતી.

આજે આ સ્કિમ પૂર્ણતાના આરે હોઈ આજે સિરોહી રાજસ્થાનના એક દાતા દ્વારા એક કિલો સોનુ શિખર સુવર્ણમય બનાવવા માટે દાન કરવામાં આવ્યું છે. આજે રાજસ્થાન સિરોહી શહેરના દાનવીર અને આદર્શ ફાઉન્ડેશનના ઓનર મીનાક્ષીબેન અને તેમના પતિ દ્વારા મુકેશ ભાઈ મોદી દ્વારા આજે અંબાજી મંદિરમાં આવી એક કિલો સોનાનું એક બિસ્કિટ ભેટ સ્વરૂપે આપ્યું હતું ૨૦૧૧માં શરુ થયેલી આ સ્કિમમાં ૬૦ ફૂટ શિખર નો ભાગ સુવર્ણમય કરવા માટેની યોજના શરુ કરાઈ હતી જે પૈકી ૫૮ જેટલુ કામ પૂર્ણ થઇ ગયું છે અને માત્ર ૨ ફૂટ જેટલું કામ બાકી રહ્યુ છે. આ ૫૮ ફૂટ શિખર સુવર્ણમય બનાવવા માટે ૧૨૫ કિલો સોનાનો વપરાશ થયો છે અને હજી પણ માઈ ભક્તો દ્વારા દાનનો પ્રવાહ અવીરત પણે ચાલુ છે આજે પણ ૧ કિલો સોનુ દાન આવતા મંદિર ટ્રસ્ટ દ્વારા આ સોના નો સ્વીકાર કરવામાં આવ્યો હતો, આ દાતા દ્વારા હજી પણ એક કિલો સોનુ નજીકના દિવસોમાં આપવાની વાત કરાઈ હતી.

દાન આપના મુકેશ મોદીએ જણાવ્યું હતું કે,”હું આજે મારા પરીવાર સાથે અંબાજી આવી એક કિલો સોનાનું દાન કર્યુ છે અને આગળ પણ એક કિલો સોનુ માતાજીના ચરણો માં દાન આપીશ”

Previous articleબોટાદમાં PSI, કોસ્ટેબલ લાંચ લેતા ઝડપાયા
Next articleનદી વિસ્તારમાં ફાઈટર મુકી માફીયાઓ દ્વારા રેતીનું ખનન