રાજુલા નાગરિક સુવિધા કેન્દ્રની અપૂરતી સુવિધા સામે લોકરોષ

0
305

રાજુલામાં પ્રાંત કચેરી ખાતે આવેલ નાગરિક સુવિધા કેન્દ્રમાં ઓપરેટરોની મનમાની અને મનસ્વી વર્તનને લઈને અરજદારો પરેશાન હાલ થઈ રહ્યાં છે ત્યારે જાગૃત યુવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને યોગ્ય કરવાની માંગવ કરવામાં આવી છે. નાગરિક સુવિધા હાલ વિદ્યાર્થીઓ તેમજ ખેતીની સિઝન હોવાથી ખેડૂતો સહિત અરજદારોનો ધસારો વધુ છે ત્યારે અહીં ત્રણ ઓપરેટરોની જગ્યાએ માત્ર એક જ ઓપરેટરથી ગાડુ ગબડાવવામાં આવે છે. જેને લઈને અરજદારોની મોટી મોટી લાઈનો થાય છે તેમજ બહારથી આવતા અરજદારો ભૂખ્યા તરસ્યા લાઈનોમાં પોતાની રોજગારી પાડીને આવે છે પરંતુ અહીં ઓપરેટરો ઘરની ધોરાજીની કામ કરીને અરજદારોને હેરાન પરેશાન કરે છે અને ધરમના ધક્કા ખાવા મજબુર કરે છે તેમજ નાગરિક સુવિધા કેન્દ્રમાં દરેક પ્રકારના અરજી ફોર્મનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવે તેવો સરકારી નિયમ છે પરંતુ રાજુલામાં દરેક ફોર્મ ઓપરેટરો દ્વારા બહાર બેસતા ઝેરોક્ષવાળા પાસે લેવા મોકલી આપે છે. જેમાં ઓપરેટરો અને દુકાનદારોની સાંઠગાંઠ હોય તેવું લાગી રહ્યું છે તેમજ મામલતદાર પાસેથી આવકનો દાખલો લેવા માટે તલાટી કમ મંત્રી, ચીફ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારીના આવકના દાખલા સાથે ફરજીયાત સોગંધનામુ  જોડવાનો ખોટો આગ્રહ રહીને પ્રજાના પૈસાનો ખોટો દુર ઉપયોગ કરવા આવી રહ્યાં છે તેમજ અહીં આવતા ગરીબ અને અભણ લોકો ઓપરેટરો દ્વારા ખોટી રીતે હેરાન-પરેશાન કરવામાં આવે જેને લઈને એનએસયુઆઈના જયેશ દવે, નિરવભાઈ ભટ્ટ, હરેશ વાઘ, શાહિદ ભટ્ટી પત્રકાર સહિત વિદ્યાર્થીઓ દ્વારા કલેક્ટર ડાભીને આવેદનપત્ર પાઠવીને યોગ્ય કરવાની માંગ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here