ગાંધીનગર કલેકટર એસ.કે.લાંગાને કર્મયોગી પુરસ્કાર એનાયત કરાયો

0
349

રાજય સરકારની નવમી ચિંતન શિબિર- ૨૦૧૮માં ગાંધીનગર જિલ્લાના કલેકટર એસ.કે.લાંગાને મહેસાણા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ કર્મયોગી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

રાજય સરકાર દ્વારા વડોદરાના જી.એસ.એફ.સી પરિસર ખાતે નવમી ચિંતન શિબિર- ૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજયના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે વર્ષ- ૨૦૧૫-૧૬ તથા વર્ષ- ૨૦૧૬-૧૭ના વર્ષ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરનારા જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

મહેસાણા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે વર્ષ- ૨૦૧૫-૧૬ દરમ્યાન જિલ્લા પંચાયત હસ્તકના ૨૨ વિભાગોની અનેક વિવિધ કામગીરી કરવા ઉપરાંત નાવીન્યપૂર્ણ કામગીરીઓની બેસ્ટ પ્રેકટીસ અમલમાં લાવવા સાથે દરેક  વિભાગના લક્ષ્યાંકોને ૧૦૦ ટકા ઉપરાંત પરિપૂર્ણ કરવામાં સફળતા મેળવી હતી. તદૂઉપરાંત ખાસ ઇનોવેટીવ કામગીરીઓમાં મહેસાણા જિલ્લાને રાજયનો પ્રથમ દરજ્જાનો ઓ.ડી.એફ. જિલ્લો બનાવવો, મહેસાણા જિલ્લાના તમામ એસએચજીનો સર્વ કરાવી નાબાર્ડના સહયોગથી સક્રિય સખી મંડળોનો ૧૦૦ ટકા ડેટાબેઝ ડીજીટલ સ્વરૂપમાં તૈયાર કરાવો.

ઇ-ગ્રામ-સેવાગ્રામ હેઠળ ૧૩ જેટલી સેવાઓમાંથી ઇ-ગ્રામ પ્લેટફોર્મનો વ્યાપ વધારી ૩૭ જેટલી સેવાઓ ગ્રામ્ય કક્ષાએ પુરી પાડીને ૧૦૦ ટકા ઇ – ગ્રામ કનેક્ટીવીટી તમામ ૬૦૫ ગામોને પુરું પાડવાના ખૂબ જ નોંધનીય ખાસ કાર્યક્રમો વિશિષ્ટ નેતૃત્વ થકી સંપન્ન કરવામાં આવ્યા હતા. એ રીતે મહેસાણા જિલ્લાએ જવલંત સિધ્ધીઓ પ્રાપ્ત કરી હતી.

આમ ગાંધીનગર જિલ્લા કલેકટર એસ.કે.લાંગાને વર્ષ- ૨૦૧૫-૧૬માં મહેસાણા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે શ્રેષ્ઠત્તમ પ્રદાન માટે પુરસ્કૃત કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here