બોટાદમાં PSI, કોસ્ટેબલ લાંચ લેતા ઝડપાયા

0
1897

 

 

બોટાદ,તા.૧૧

બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરજ બજાવતાં પી.એસ.આઈ અને કોન્સ્ટેબલને ભાવનગર એસ.બી.ટીમે રૂપીયા ૨૫ હજારની લાંચ લેતા ઝડપી લીધા હતા. જો કે એલ.આર.ડી. મહિલા કર્મચારી અને અન્ય એક હેડ કોસ્ટેબલ લાંચની રકમ લઈ છુમંતર થઈ ગયા હતા એ.સી.બી.એ. ચારેય વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની મળતી વિગત મુજબ બોટાદ ખાતે રહેતા સંજભાઈ વિહાભાઈ રાઠોડે પોતાનો આઈશર ટેમ્પો અન્ય વ્યક્તિને વેચાણથી આપ્યો હતો. જેમાં ટેમ્પો ખરીદનાર વ્યક્તિ હપ્તાનાં પૈસા નહીં ભરતા ફાઈનાન્સ કંપની દ્વારા સંજયભાઈ રાઠોડને નોટીસ આપવામાં આવી હતી.

આ અંગે બોટાદ ટાઉન પોલીસ મથકમાં અરજી અપાઈ હતી. બાદ બન્ને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયુ હતું. જે બાબતે સમાધાન કરાવવા માટેના પી.એસ.આઈ. વિક્રમ બચુભાઈ વસૈયાએ ૩૦ હજાર રૂપીયા માંગ્યા હતા જેથી ટેમ્પાનાં માલીક સંજયભાઈએ ભાવનગર એ,સી.બી.ને જામ કરાતાં એ.સી.બી. ટીમે બોટાદ પોલીસ મથકમાં છટકુ ગોઠવ્યુ હતું. અને સંજયભાઈ રાઠોડે લાંચની રકમ કોસ્ટેબલ હસમુખભાઈ વિરજીભાઈનાં હાથમાં આવતા તુરત એ.સી.બી. ટીમે કોસ્ટેબલને અને પી.એસ.આઈને ઝડપી લીધા હતા. પરંતુ લાંચની રકમ (પાવડરવાળી નોટો)કોઈ કારણોસર સગેવગે થઈ ગઈ હતી. જેમાં એલ.આર.ડી. મહિલા કર્મચારી ભુમિકાબેન ગોવિંદભાઈ અને હેડ કોસ્ટેબલ સંજયભાઈ રમેશભાઈ લાંચની રકમ લઈ નાસી છુટ્યા હોય પોલીસે તેમની વિરૂધ્ધ શકદાર તરીકે ગુનો નોધ્યો હતો. બનાવ બનતાં સમગ્ર બોટાદ પોલીસે બેડા અને પંથકમાં ચકચાર મચી જવા પામી હતી આ સમગ્ર કામગીરીમાં ભાવનગર એસીબી પો.સ્ટે.નાં ઝેડ જી. ચૌહાણ તથાં ટીમે છટકું ગોઠવી પી.એસ.આઈ. અને કોસ્ટેબલને લાંચ લેતા ઝડપી પાડવામાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here