જમીનના ખોટા દસ્તાવેજો બનાવવાનાં ગુનામાં ત્રાપજ ગામનો શખ્સ ઝડપાયો

0
553

તળાજાના ત્રાપજ ગામે રહેતા શખ્સ વિરૂદ્ધ વડોદરાના પાણીગેટ પોલીસ મથકમાં જમીનના ખોટા દસ્તાવેજો બનાવવા છેતરપીંડી વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો હોય જે ગુનામાં ફરાર શખ્સને એસ.ઓ.જી ટીમે કાળીયાબીડમાંથી ઝડપી લીધો હતો.

એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.ના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ, ઓમદેવસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. અતુલભાઇ ચુડાસમાને મળેલ સંયુક્ત બાતમી આધારે વડોદરા શહેર પાણીગેટ પોલીસ સ્ટેશન ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૩, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબના ગુન્હામાં સંડોવાયેલ અને ભાગતા ફરતા આરોપી ઉમેદજતી ઉર્ફે મુન્નાભાઇ બટુકભાઇ ગૌસ્વામી ઉ.વ. ૨૯ રહે ગામ ત્રાપજ તાલુકો તળાજા  વાળાને કાળીયાબીડ જ્ઞાનમંજરી સ્કુલ પાસેથી ઝડપી પાડી જરૂરી કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ  અને વડોદરા શહેર પોલીસને સોપવા તજવીજ કરેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here