વિશ્વ રક્તદાતા દિન નિમિત્તે રક્તદાન કેમ્પની હારમાળા

0
486

આગામી તા.૧૪ જુનાના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ રક્તદાતા દિવસ તરિકે ઉજવવામાં આવે છે તેના ભાગરૂપે ભાવનગર ખાતે પણ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા, બેંક ઓફ બરોડા, તથા સીઆઈએસએફ ભાવનગરના સંયુકત ઉપક્રમે રક્તદાન કેમ્પની હારમાળા યોજવામાં આવશે. જેનું ઉદ્‌ઘાટન ભાવનગર જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવશે.

૧૪મી જુનના રોજ વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી નિમિત્તે ભાવનગર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા બેંક ઓફ બરોડા તથા સીઆઈએસએફ ભાવનગર એરપોર્ટના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં સવારે ૯ થી ૨ દરમિયાન સરકારી મેડીકલ કોલેજ, ૪ થી ૭ દરમિયાન સીઆઈએસએફ યુનીટ ભાવનગર એરપોર્ટ ખાતે તેમજ સવારે ૧૧ થી ૧ બેંક ઓફ બરોડા મેન બજાર તથા સાંજે ૩ થી ૬ દરમિયાન બેંક ઓફ બરોડા વાઘાવાડી શાખા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ રક્તદાન કેમ્પનુ ઉદઘાટન જિલ્લા કલેકટર હર્ષદ પટેલના હસ્તે કરાશે જ્યારે જિલ્લા વિકાસ અધિકારી બરનવાલ તેમજ સીડીએચઓ તથા મેડીકલ કોલેજના ડીન અને આરોગ્ય વિભાગના અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહેશે. તમામ રક્તદાન કેમ્પમાં લોકો સ્વૈચ્છિક રક્તદાન કરવા અનુરોધ કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here