કેન્દ્રીય શીપીંગ વિભાગની ટીમ અલંગ મુલાકાતે

1755

પ્રસિધ્ધ અલંગ શીપબ્રેકીંગ યાર્ડની મુલાકાતે આજે કેન્દ્રીય શીપીંગ વિભાગના ડાયરેક્ટર જનરલ માલીની શંકર સહિત ટીમ આવી હતી અને અલંગ પ્લોટની સાથોસાથ તાલીમ કેન્દ્રની મુલાકાત લઈને કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમની સાથે અગ્રણી શીપબ્રેકરો જોડાયા હતા.

અલંગ શીપબ્રેકીંગ યાર્ડમાં શીપીંગ મંત્રાલય તરફથી ચેકીંગ તેમજ મુલાકાતો ગોઠવાય છે. તેના ભાગરૂપે આજે કેન્દ્રીય શીપીંગ વિભાગના ડાયરેક્ટર જનરલ માલીની શંકર આજે અલંગની મુલાકાતે આવ્યા હતા. તેમની સાથે આસીસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ અમિતાભ કુમાર, ચીફ સર્વેયર શેખર, ગુજરાત મેરીટાઈમ બોર્ડના ચીફ નોટીકલ ઓફિસર એ.બી. સોલંકી તથા અધિકારીઓ સહિતની ટીમ જોડાઈ હતી.

શીપીંગ વિભાગના ડી.જી. સહિતની ટીમે સંજયભાઈ મહેતાના પ્લોટની મુલાકાત લીધી હતી. તેમાં લેબરોની સેફટી, સાધનોની ગુણવત્તા ચકાસવા ઉપરાંત તાલીમ કેન્દ્રની તથા લેબર કોલોનીની મુલાકાત લીધી હતી અને સંતોષ વ્યક્ત કર્યો હતો. આ ટીમની સાથે શીપબ્રેકર પ્રણયભાઈ વોરા સહિત સાથે રહ્યાં હતા.

Previous articleસિહોર ખાતે લોકોની સુવિધા માટે લાખો રૂપિયાના ખર્ચે બનેલા રોડ તોડી પડાયા
Next articleઅધિકમાસના અંતિમ દિને ભાવેણાના આકાશમાંથી અગનગોળા વરસ્યા…