બુધેલ ચોકડી નજીક ટ્રક ચાલક પર જીવલેણ હુમલો કરનાર બે ઝડપાયા

0
2445

ભાવનગર-તળાજા રોડ પર બુધેલ ચોકડી નજીક મોડીરાત્રે ટ્રક ચાલકને અટકાવી છરી વડે જીવલેણ હુમલો કરનાર બે શખ્સોને વરતેજ પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા. ગઇ તા.૧૩/૦૬ના રાત્રીના દોઢેક વાગ્યા પહેલા ટ્રક નંબર જી.જે.૧૧.ઝેડ-૮૧૫૮ ના પરપ્રાતીય ટ્રકચાલક મીરાજઅલી લતીફઅલી શેખ એ પોતાના બિહાર રહેતા સાળા ને ફોન થી કહેલ કે ભાવનગર નજીક બે ઇસમો એ મને છરી ના ઘા મારી દીધેલ છે. અને હુ મરી જઇશ તેમ કહી બેભાન થઇ ગયેલ અને ૧૦૮ ના સ્ટાફ દ્વારા ભાવનગર સર.ટી. હોસ્પીટલમા દાખલ કરેલ જે આજદીન સુધી બેભાન હોય ટ્રક ડ્રાયવર ના શેઠ ની ઇ.પી.કો કલમ ૩૦૭,૧૧૪ જી.પી.એકટ ૧૩૫ મુજબ ફરીયાદ લઇ અજાણ્યા બે ઇસમો વીરૂધ્ધ ગુનો દાખલ કરવામા આવેલ અને અજાણ્યા બંને આરોપી ઓ ને શોધવા તેમજ ગુના શા માટે આચરેલ તે બાબતે પગેરૂ મેળવવા પો.અધિ. પી.એલ.માલ તથા નાયબ પો.અધિ. એમ.એચ.ઠાકરના સીધા માર્ગદર્શન મુજબ વરતેજ પો.સ્ટે.પો. સબ. ઇન્સ આર.પી.ચુડાસમા તપાસ ચલાવી રહેલ અને રાયટર પ્રુથ્વીરાજસિહ રાયજાદા, મુકેશભાઇ ડોડીયા, સર્વેલન્સ સ્કોડ ના એ.એસ.આઇ એન.બી.જાડેજા, પો.કોન્સ. રાજેન્દ્રસિહ સરવૈયા, વીસ્વરાજસિહ વાધેલા, નરેન્દ્રસિહ ગોહીલ, પ્રદીપસિહ ગોહીલ, હરપાલસિહ રાણા, દેવેન્દ્રસિહ જાડેજા, પ્રકાશભાઇ ગોલેતર એ રીતેના ટીમ વર્ક થી સદર ગુના નો ભેદ ઉકેલવા અલગ-અલગ  દિશામા બાતમીદારો સાથે સંપર્ક મા હતા દરમિયાન ખાનગી અને વીસ્વાસુ બાતમીદારો થકી ભાવનગર દીવ બસમાંથી ગુનો આચરનાર સલીમભાઇ નુરૂભાઇ દલ જાતે મુસ્લીમ(સંધી) ઉવ.૨૮ ધંધો મજુરી રહે,મોટી મૌલી ગામે પ્લોટ વિસ્તાર તા.ગીર ગઢડા જિ.ગીર સોમનાથ, રીઝવાનભાઇ સુલેમાનભાઇ નાયા જાતે મુસ્લીમ (સંધી) ઉવ.૧૯ રહે,મોટી મૌલી તા.ગીરગઢડા જી.ગીરસોમનાથ. વાળા એ ગુનો આચરેલ હોવાની હકીકત જણાવતા ઉપરોકત બંને આરોપી ને બુધેલ ચોકડી નજીક થી પકડી ગુના મા વાપરેલ હથીયારો તથા લુટમા ગયેલ મુદામાલ રીકવર કરવામા આવેલ ઇ.પી.કો કલમ ૩૯૭ના ઉમેરાની તજવીજ કરવામા આવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here