ગાંધીનગર શહેર કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર માટે પ્રભારી સાથે બેઠક યોજાઈ

1087

ગાંધીનગર શહેર કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર માટે ગતિવિધિઓ હાથ ધરવામાં આવી છે. જેમાં ગાંધીનગર મહાનગર પાલિકા ખાતે આવેલી વિરોધ પક્ષના નેતાની ચેમ્બરમાં પ્રદેશ કોેગ્રેસ તરફથી નીમાયેલા પ્રભારી નરેન્દ્ર રાવત તેમજ અન્ય આગેવાનોએ કોંગ્રેસના કોર્પોરેટરો તેમજ વોર્ડ પ્રમુખો સહીત અન્ય આગેવાનોની રજુઆતો સાંભળી હતી. શહેર કોંગ્રેસમાં પરિવર્તન ઈચ્છી રહેલા આગેવાનો અને કાર્યકરો માટે આ ગતિવિધિ જાણે ચોમાસા પહેલાના વરસાદના એંધાણ એટલે કે, પ્ર-મોન્સુન જેવી લાગી રહી હતી.

 

Previous articleકૌશિક પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર જિલ્લાની મહેસુલી સમીક્ષા બેઠક યોજાઈ
Next articleકોંગ્રેસે ગાંધીનગર તાલુકા પંચાયતની કારોબારી તેમજ વિવિધ સમિતિઓ કબજે કરી