દાંડીકુટિર પાસેના ગાર્ડનમાં વોકીંગ પર પ્રતિબંધથી નાગરિકોમાં રોષ

1402

સેકટર ૧૪માં દાંડીકુટીરમાં ‘મોહનથી મહાત્મા’ સુધીના જીવન સફરનું પ્રદર્શન બનાવવામાં આવ્યું છે. જ્યાં દુર-દુરથી નાગરિકો પ્રદર્શન જોવા માટે આવે છે. પરંતુ આ સાથે નાગરિકો માટે બનાવવામાં આવેલા ગાર્ડન કે જ્યાં સેક્ટર ૧૩ અને ૧૪માં રહેતા સ્થાનિક નાગરિકો વહેલી સવારે ર્મોનિંગ વોક અને સાંજે ઇવનિંગ વોક માટે આવતાં હોય છે. ત્યારે થોડા સમયથી નાગરિકોના વોકીંગ પર તંત્રએ પાબંદી લાવી દેતા વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.

ગાર્ડનમાં દાંડીકુટીરની આસપાસના સેકટર ૧૩ અને ૧૪ના સિનિયર સિટીઝનો સવારે અને સાંજે વોકીંગમાં આવે છે. પરંતુ વોકીંગ માટે ગાર્ડન બંધ કરી દઇ સિક્યુરિટી ગાર્ડ મુકી દેવાતા સિનિયર સિટીઝન્સને હાલાકી પડી છે.

સેકટર ૧૪ના સિનિયર સિટીઝન રેવાભાઇ પરમારે જણાવ્યું હતું કે, અમે અહી ૩ વર્ષથી વોકીંગ માટે આવીએ છે. પરંતગાર્ડનમાં વોકીંગ માટે મનાઇ ફરમાવવામાં આવી છે. હવે નાગરિકો માટે બનાવવમાં આવેલી ગાર્ડનમાં નાગરિકોને પ્રવેશ આપવામાં નથી આવતો , તો આ ગાર્ડન બનાવવનો અર્થ શું?

Previous article
Next articleકૌશિક પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર જિલ્લાની મહેસુલી સમીક્ષા બેઠક યોજાઈ