ઉચૈયા શાળામાં શિક્ષકોની ભરતીની ખાત્રી અપાતા શાળા પ્રવેશોત્સવ યોજાયો

1147

રાજુલા તાલકુાના ઉચૈયા ગામે ૧૪૩ વિદ્યાર્થીએ વચ્ચે ૩ શિક્ષકોની ઘટ ન પુરાય તો ૧૫ તારીખના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો બહીષ્કાર કરીશુ તેમ શિક્ષક અદિકારી અમરેલી પ્રાંત સુધીની કરેલ રજુઆત જેનો અહેવાલ પ્રગટ કરતા આજે શિક્ષણ જગત દોડતુ થયુ અને ઉચૈયા પ્રાથમીક શાળાના એસએમસી અધ્યક્ષ અને ગામના સરપંચ પ્રતાપભાઈ બેપારીયા ઉપ સરપંચ દીલુભાઈ ધાખડા અને ધારાસભ્ય અંબરીષભાઈના કાર્યાલયથી પ્રવિણભાઈ બારૈયા સાથે પ્રવેશોત્સવના રૂટ અધિકારી એન.વી. પીઠડીયા તથા લાઈઝન અધિકારી બાબુભાઈ ઝાલા સાથે એસએમસી સભ્યો શાળાના આચાર્ય શિક્ષકો સ્ટાફ અને ગામ આગેવાનોની હાજરીમાં રૂટ અધિકારી પીઠડીયા અને લાઈઝન અધિકારી બાબુભાઈ ઝાલાની હાજરીમાં પ્રવિણભાઈ બારૈયા અમરેલી જિલ્લા પ્રા.શિક્ષણ અધિકારી જાદવને ટેલીફોનીક ઉચૈયાની પ્રા.શાળામાં ૩ શિક્ષકોની ઘટ બાબતે વાતચીત કરતા જેમા આગામી વધઘટ કેમ્પ યોજવાનો હોય તે કેમ્પમાં ઉચૈયાની પ્રા.શાળામાં ઘટતી શિક્ષકોની ભરતી કરવામાં આવશે એવુ આશ્વાસન આપવામાં આવેલ છે. જે અંગે ગ્રામજનો શાળાના એસએમસી અધ્યક્ષ ઉમેશભાઈ ધાખડા ગ્રામ પંચાયત સરપંચ પ્રતાપભાઈ બેપારીયા ઉપ સરપંચ દીલુભાઈ ધાખડાને સંતોષ થતા શાળાનો પ્રવેશોત્સવ ઉજવાયો અને તમામ વિદ્યાર્થીઓ સ્કુલબેગ સાથે કીટ ભેટ આપી પ્રોત્સાહિત કરાયા.

Previous articleરાણપુરમાં પરશુરામ યાત્રાનુ ભવ્ય સ્વાગત
Next articleમોટા-નાના ખોખરા ગામે કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ યોજાયો