સમાજ વચ્ચે વિભાજન કરનારા કોઇપણ તત્વોને સરકાર સાંખી નહી લે : ગૃહ રાજ્યમંત્રી જાડેજા

0
946

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે રાજ્યમાં સામાજિક સમરસતા જળવાય અને સમાજ-સમાજ વચ્ચે સમરસતા જળવાઇ રહે તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. સમાજ-સમાજ વચ્ચે વિભાજન કરનાર તત્વો સામે રાજ્ય સરકાર કડક હાથે પગલાં લેશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ ઘટના સંદર્ભે દુઃખની લાગણી વ્યક્ત કરી તપાસ સત્વરે હાથ ધરવા સૂચનાઓ આપી છે. મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં અનુસૂચિત જાતિના યુવાન ઉપર થયેલ હુમલાને રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલતાથી લઇને ભોગ બનનાર પરિવારજનોને સંપૂર્ણ પોલીસ રક્ષણ રાજ્ય સરકાર દ્વારા પૂરૂ પડાયું છે.  મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, તા. ૧૪મી જુન-૨૦૧૮ના રોજ અનુસૂચિત જાતિના યુવાન ઉપર દરબાર જ્ઞાતિના બે યુવાનો દ્વારા ગડદાપાટુ તેમજ ધોકાથી માર મારવાનું, અણછાજતા શબ્દોવાળો વિડીયો સોશ્યલ મીડિયાના માધ્યમથી વાયરલ થયો હતો.

બનાવની ગંભીરતાને ધ્યાને લઇ  રાજ્ય સરકારે મહેસાણા જિલ્લાના પોલીસ અધિક્ષકને ત્વરીત સૂચનાઓ આપી ભોગ બનનાર પરિવારજનોને સમજાવીને ફરીયાદ આપવા સામેથી તૈયાર કરાયા હતા, અને પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. પરિવારજનોને વિશ્વાસમાં લઇ બનાવ સંદર્ભે એટ્રોસીટી એક્ટ, અપહરણ તેમજ આઇ.ટી. એક્ટ હેઠળની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here