દેશભરમાં આજે ઊજવાઇ રહી છે ઈદ

0
721

દેશભરમાં આજે ઈદની ઊજવણી કરવામાં આવી રહી છે. ઈદના આ તહેવાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ  કરીને દેશના લોકોને ઈદની શુભેચ્છાઓ પાઠવી. તેમણે ટ્વિટમાં લખ્યું, “આ દિવસ સમાજમાં એકતા અને શાંતિ લઇને આવે.”

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ દેશના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. ઈદના આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને દેશવાસીઓને શુભેચ્છાઓ આપતા કહ્યું કે, ઈશ્વર તમામને શાંતિ, ખુશીઓ, બુદ્ધિ અને સારું સ્વાસ્થ્ય આપે.

ઉલ્લેખનીય છે કે, ઈદ પહેલા શુક્રવારે ઊજવવાની હતી પરંતુ ચાંદ ન દેખાવાને કારણે હવે શનિવારે આ તહેવાર ઊજવવામાં આવી રહ્યો છે. ’નયા ચાંદ’ શુક્રવારે સાંજે લગભગ ૭.૩૫ વાગે જોવા મળ્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here