દામનગરના શાખપુર ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં ૧૨ ઝડપાયા

1918

દામનગર પોલીસ મથકનાં સ્ટાફે ગતરાત્રીનાં શાખપુર ગામે પૂર્વ બાતમી રાહે રેડ કરી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં ૧૨ ઈસમોને રોકડ તથા પાંચ મોટર સાયકલ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.

પોલીસ અધિક્ષક અમરેલી નીલીપ્ત રાય તથા નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વીભાગનાં મોણપરા તથા દેસાઈએ પ્રોહિ, જુગાર અસામાજીક પ્રવૃત્તિઓને ડામવા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ દામનગર પો.સ્ટે.નાં નવ નીયુક્ત પ્રો.સબ ઈન્સ. જી.જે. મોરી તથા એ.એસ.આઈ પી.આર. દેસાણી હેડ કોન્સ પોપટભાઈ હેડ કોન્સ જયદેવભાઈ પો.કોન્સ. ભરતભાઈ પ્રવીણભાઈ પો.કોન્સ. વિજયભાઈ મકાભાઈ ડ્રાઈવર ઈસમો જુગાર રમતા હોય જે અંગે રેઈડ કરતાં કુલ ૧૨ ઈસમો ગંજી પતાના પાના તથા પૈસા વડે હાર જીતનો જુગાર રમતા મળી આવેલ હોય જેઓના કબ્જામાંથી રોકડ રકમ રૂા.૧૫૭૪૦ તથા મોટર સાયકલ નંગ ૫ (પાંચ)જેની કિ.રૂા.૬૫૦૦૦ તથા ગંજી પતાના પાના ગણી કુલ કિ.રૂા.૮૦.૭૪૦ના મુદ્દામાલ સાથે મળી આવી પકડાય ગયેલ હોય જેઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ધોરણસરની કાર્યવાહી કરેલ.

Previous articleદામનગર ખાતે સિ. સીટીઝન ટ્રસ્ટની આધારણ સભા યોજાઈ
Next articleવેરાવળમાં મુસ્લીમ બિરાદરો દ્વારા રમઝાન ઇદની શનદાર ઉજવણી