બોરડા પંથકમાં મેઘરાજાની પધરામણી

2868

તળાજા પંથકનાં કેટલાક ગામોમાં આજે વરસાદનું આગમન થતા ધરતીપૂત્રો સહિત લોકોમાં આંનદની લાગણી વ્યાપી છે. ભાવનગર શહેર જિલ્લા સહિત સમગ્ર પંથકમાં લોકો વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા છે. પરંતુ જેઠ માસના પ્રારંભે પણ વૈશાખી વાયરા સાથે અંગદાહ તડકાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. એવા સમયે પણ વરસાદ કે વરસાદના કોઈ ચિન્હો જોવા ન મળતા લોકોમાં ભારે નિરાષા સાથે ચિંતા વ્યાપી છે પરંતુ આવા માહોલ વચ્ચે લોકોના હૈયે ટાઢક થાય તેવા વાવડ કુદરતે મોકલ્યા છે તળાજા તાલુકાના બોરડા, કુંડવી, પસ્વી, મંગેળા, મથાવડા, સહિતના ગામોમાં વહેલી સવારથી મોડી બપોર સુધી ભારે બફારા બાદ આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયા હતા અને તીવ્ર પવન સાથે વરસાદનું સારૂ એવુ ઝાપટુ વરસતા લોકોમાં આનંદ છવાયો હતો અડઘો કલાક ધીમીધારે વરસાદ વરસતા રોડ પર પાણી ફરિ વળ્યા હતા સાથે ગ્રામજનો બાળકોએ પ્રથમ વરસાદમાં ભીજાવાનો આનંદ માણ્યો હતો આ વરસાદ થતાની સાથે લોકોને ભારે ગરમીમાંથી આંશીક મુક્તિ મળી હતી. એકાએક વરસાદનું ઝાપટુ વરસતા લોકોમાં નવી આશાનો સંચાર થયો છે જો કે લોકો ધરતી પુત્રો કુદરતને પ્રાર્થના પણ કરી રહ્યા છે કે મેઘરાજા મન મુકીને વરસે  જેથી વાવણી કાર્ય અને નદીનાળા છલકાઈ જાય.

Previous articleઘોઘામા વિનાવરસાદે ગોઠણ બુડ પાણી ભરાયા
Next articleભાડુતી હત્યારાઓ કરતા તો ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓ વધુ ખતરનાકઃ ગુજરાત હાઇકોર્ટ