વનરાજા આજથી ચારમાસના વેકેશન પર

1767

શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું વેકેશન પૂર્ણ થયું છે ત્યારે જંગલના રાજા એંશિયાટીક સિંહોનું વેકેશન આજ (શનિવાર)થી શરુ થયું છે. સાસણ ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે ચાર મહીના માટે બંધ રહેશે. સાસણ ખાતે ખુલામાં વિહરતા સિંહોને નિહાળવા વર્ષ દરમિયાન અનેક પ્રવાસીઓ સાસણ આવે છે અને ખુલામાં સિંહોને નિહાળી આનંદની અનુભૂતિ કરે છે. સાસણ ગીર અભયારણ્યમાં સિંહો ઉપરાંત અહી વસવાટ કરતા તૃણાહારી પક્ષીઓ અને પ્રાણીઓ તેમજ અહીનું કુદરતી વાતાવરણ નિહાળી પોતાના વેકેશનનો સદુપયોગ કર્યો છે તેવું પ્રવાસીઓ જણાવે છે સોમવાર થી રાબેતા મુજબ શાળાઓ શરુ થઇ રહી છે ત્યારે અભયારણ્ય બંધ થવાના છેલ્લે દિવસે પ્રવાસીઓએ સિંહ દર્શન કર્યું હતું.

પ્રવાસી મેહુલના જણાવ્યા પ્રમાણે ગીર અભયારણ્ય ચાર મહિના બંધ થાય છે અમે આજે છેલ્લે દિવસે સિંહોનું પ્રાઈડ જોયું છે જેમાં ચાર સિંહણ અને અને સિંહ જોયો છે મને ખુબ આનંદ થયો છે. તો અમદાવાદની પ્રવાસી મહિલાએ જણાવ્યું હતું કે ટુકા વેકેશનમાં બાળકો સાથે ક્યાં જવું ત્યારે ગીરનો પ્રોગ્રામ બનાવેલો અમે ત્રણ કલાકથી વધુ અભયારણ્યમાં ફર્યા છીએ અને સિહણ તેમજ સિંહને જોયા છે સાથે અહીની વ્યવસ્થા ખુબજ સારી છે અને રાજ્ય સરકાર નો આભાર માન્યો હતો.સાસણમાં સિંહ દર્શન કરવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં દર વર્ષે વધારો થતો જાય છે. વન વિભાગની આવક વધતી જાય છે. ૨૦૧૬ ૨૦૧૭ કરતા ૨૦૧૭ અને ૨૦૧૮માં પ્રવાસીઓ ની સંખ્યા વધી છે અને આવકમાં પણ ૧ કરોડનો વધારો થયો છે. હવે ચાર મહિના જયારે ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રહેશે પણ દેવળિયા સફારી પાર્ક ખુલ્લું રહેશે તેમાં પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકશે. સાસણના ઇન્ચાર્જ ડી.એફ.ઓ. રાજદીપસિંહ ઝાલાના જણાવ્યા પ્રમાણેઅઅભયારણ્ય દેશના તમામ અભયારણ્યો વરસાદી ઋતુ માં પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે. સિંહો તેમજ બીજા અન્ય પશુ પક્ષીઓનો સંવનન કાળ શરુ થાય છે. તેમજ રસ્તાઓ ખરાબ થઇ જવાને લઇ અભયારણ્ય બંધ કરવામાં આવે છે. પાછલા વર્ષો ની સરખામણીએ પ્રવાસીઓ તેમજ દેવળિયા પાર્ક અને ગીરની આવક મળી ૧ કરોડની આવક વધુ થઇ છે અને પ્રવાસીઓમાં વધારો થયો છે.

Previous articleજાગધાર ગામ નજીક નાળા સાથે કાર અથડાતા ૧નું મોત : ૬ને ઈજા
Next articleનીતિન પટેલ બાદ આવતીકાલે CM રૂપાણી દિલ્હી જશે, PM મોદીને મળશે