દરિયામાં ભારે ભરતી : ગામમાં પાણી ફરિ વળ્યા

1509

સતત ત્રીજા દિવસે પણ ઘોઘા ગામે દરિયામાં ભારે ભરતીના કારણે સમુદ્રના ખારા પાણી સમગ્ર ગામમાં ફરિવળતા લોકોમાં ભારે ભય સાથે દહેશતનો માહોલ જોવા મળ્યો હતો.

ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે છેલ્લા ત્રણ ત્રણ દિવસથીદરિયો તોફાની બનતા સમુદ્રના ખારા પાણી સમગ્ર ગામમાં ફરિ વળતા ગ્રામજનોના જીવ તાળવે ચોટી જવા પામ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા દસ વર્ષમાં પ્રથમવાર આ પ્રકારનો બનાવ બન્યો છે કે લગાતાર ત્રણ દિવસ સુધી ભારે ભરતીના કારણે પાણી ગામમાં પ્રવેશી રહ્યા છે દરિયા અને ગામ વચ્ચે આવેલ પ્રોટેકશન દિવાલ તુટી જતા આ સમસ્યાનું વાંરવાર પૂનરાવર્તન થઈ રહ્યુ છે. સ્થાનિકો તથા માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ લોકોના જણાવ્યા અનુસાર ચોમાસાના મધ્યમાં જે કરંટ સમુદ્રમાં જોવા મળે એ કરંટ હાલ જોવા મળી રહ્યો છે.

આથી આગામી દિવસોમાં ભાવનગરના દરિયાકાંઠાના ગામોમાં તથા ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ પ્રબળ બની રહી છે. હાલના અભ્યાસ પરથી સ્પષ્ટ પણે ફલીત થાય છે કે ચોમાસુ દરિાયમાં પ્રવેશી ચૂક્યુ છે અને નજીકના દિવસોમાં ભારે આફથ સાથેની વૃષ્ટિ થાય તેવા કુદરતી સંકેતો અભ્યાસુઓ દ્વારા જણાવવામાં આવી રહ્યા છે. ભાવનગર જિલ્લાના અનેક ગામડાઓ સમુદ્રતટને અડીને જ આવેલા છે પરંતુ પ્રતિવર્ષ ઘોઘા ગામમાંજ પાણી ફરિ વળવાની ઘટના બને છે જે અંગે જાણવા મળ્યા મુજબ ઘોઘા ગામ સાગરતટ કરતા નિચાણ વાળા વિસ્તારમાં આવેલુ હોવા સાથો સાથ અન્ય સ્થાનની તુલનાએ અત્રેના સાગરમાં કરંટ વમળનું પ્રમાણ સર્વાધિક રહેતુ હોવાના કારણે આ સમસ્યા સર્જાય છે. ત્રણ દિવસથી આવતી ભારે ભરતીના કારણે લોકો ચિંતીત બન્યા છે કે હજુ ચોમાસુ શરૂ નથી થુય ત્યાં આવી સ્થિતી છે તો ચોમાસામા સ્થિતિ કેવી વિકટ બનશે ?

જન આંદોલન એજ અંતિમ ઉપાય

સમુદ્રના ભયના ઓથારા હેઠળ જીવન જીવતા ઘોઘાના ગ્રાજમનો જવાબદાર તંત્રને દિવાલ નવી બનાવવા માટે અરજી રજુઆતો કરીને થાક્યા પરંતુ સત્તાધીશોની શાન ઠેકાણે ન આવતા વ્યાકુળ અને વ્યથીત બનેલા ગ્રામજનો આક્રમક મુડમાં જણાઈ રહ્યા છે લોકોના જણાવ્યા મુજબ અમે અમારો પરિવાર ઘરવખરી બચાવવા તંત્ર સામે હાથ નહી જોડીયે પરંતુ ઉગ્ર લડત આપીસું જો ગણતરીના દિવસોમાં દિવાલ નવ નિર્માણનું કાર્ય હાથ ધરવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.

– અન્સારભાઈ રાઠોડ, સરપંચ

Previous articleગુસ્તાખી માફ
Next articleGPSC, PSI,નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે