પાન-બીડીનાં ર૦ વેપારીઓ દંડાયા

1522

તમાકુ વિરોધી કાયદો સિગારેટ એન્ડ ્‌ધર ટોબેકો પ્રોડેકટ એક્ટ (કોટપા-૨૦૦૩)નું સઘન અમલીકરણ થાય તે હેતુથી જીલ્લા કક્ષાએ તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ રેડની કામગીરી આરોગ્ય વિભાગના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એફ. પટેલ સાહેબના માર્ગદર્શન નીચે તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા આજરોજ ભાવનગર મેડીકલ કોલેજ, સર ટી હોસ્પિટલ, વિદ્યાનગર રોડ, તથા દેવુબાગ સર્કલ વિસ્તારમાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમા શૈક્ષણિક સંસ્થાની આસપાસ તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાનાં મોટા વેપારીઓ, પાન-ગલ્લા પાર્લર વગેરે જગ્યાએ આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૨૦ જેટલી દુકાન ધારકો પાસેથી ૧૦૧૦૦નો દંડ વસુલ કરવામાં આવેલ જેમાં વેપારીઓ દ્વારા તમાકુથી કેન્સર થાય છે. અને ૧૮ વર્ષથી નાની ઉંમરની વ્યક્તિ તમાકુનું વેચાણ ખરીદીએ દંડનીય ગુનો છે. અને સિગારેટ તથા બીડીના છુટક વેચાણ પ્રતિબંધિત છે તે અંગેની માહિતી આપવામાં આવી હતી.

ઉપરોક્ત કામગીરી ડીસ્ટ્રીકટ ટોબેકો કન્ટ્રોલ સેલ દ્વારા કરવામાં આવેલ જેમાં મેડીકલ કોલેજના ડીન ડો. હેમલ મહેતા, ડીસ્ટ્રીકટ ટોબેકો કન્ટ્રોલ સેલ એપેડેમીક મેડીકલ ઓફિસર ડો.પી.એ. પઠાણ, પી.એસ.એમ. ડીપાર્ટમેન્ટના ડો. નરેન્દ્ર પાલીવાલ, પોલીસ વિભાગના અર્બન વિભાગની એસ.ઓ.જી.ના અધિકારીઓ તથા ડીસ્ટ્રીકટ ટોેબેકો કન્ટ્રોલ સેલ આરોગ્ય વિભાગના કર્મચારીઓ જોડાયા હતા.

Previous articleબીજેપીએ પીડીપી પાસેથી સમર્થન પાછુ ખેંચતા કાશ્મીર સરકાર ભાંગી
Next articleખાનગી શાળાઓ દ્વારા RTE નિયમોનો ઉલાળીયો