ગ્રાન્ટેડ શાળાના સહાયકોનો આંદોલનનો પ્રથમ અધ્યાય શરૂ

0
257

રાજ્યમાં ગ્રાન્ટેડ શાળામા સહાયક તરીકે ફરજ બજાવતા અને કાયમી શિક્ષકના પગારમાં ૧૦ હજારનો તફાવત જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા પગારની વિસંગતતાને લઇને આંદોલન શરૂ કરવામાં આવ્યુ છે.

રાજ્યમાં ગ્રાન્ટેડ શાળામા સહાયક તરીકે ફરજ બજાવતા અને કાયમી શિક્ષકના પગારમાં ૧૦ હજારનો તફાવત જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા પગારની વિસંગતતાને લઇને આંદોલન શરૂ કરવામાં આવ્યુ છે. સોમવારે આંદોલનનો પહેલો અધ્યાય શરૂ થયો હતો.જેમા જિલ્લાના શિક્ષકોએ કાળીપટ્ટી ધારણ કરી વિરોધ નોધાવ્યો હતો.

રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ પંકજ પટેલ અને મહામંત્રી વિજય પટેલે કહ્યુ કે, સરકારમાં અનેકવાર ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો અને સહાયકોના પગારમાં તફાવત જોવા મળી રહ્યો છે તેને દુર કરવામાં આવે. પરંતુ વિચારણા કરાતી નથી. પરિણામે શિક્ષક સંઘ દ્વારા સોમવારથી આંદોલનનો રસ્તો અપનાવવો પડ્‌યો છે. જેમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓનુ ભણતર ના બગડે તેવા હેતુ સાથે કાળીપટ્ટી ધારણ કરી વિરોધ નોધાવ્યો હતો. ૨૩મી સુધી કાળીપટ્ટી ધારણ કરશે. જ્યારે ૨૪મીએ સત્યાગ્રહ છાવણીમાં ધરણા કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here