હાવતડ ગામે શીખરબંધ રામજી મંદિર નિર્માણ કાર્યમાં યુવાનો દ્વારા શ્રમદાન

0
367

દામનગરના હાવતડ ખાતે શીખરબંધ રામજી મંદિર નિર્માણ કાર્યમાં યુવાનો દ્વારા શ્રમદાન એક માસ પૂર્વે મોરારીબાપુ હાવતડ ખાતે લોંકીક પ્રસંગે પધારેલ અને જીર્ણ અવસ્થામાં રામજી મંદિર જોયું અને પ્રસંગમાં પ્રવચન દરમ્યાન માર્મિક ટકોર કરી ત્યારે હાજર સેવકો  દ્વારા મંદિર નિર્માણ માટે બાપુને જ પહેલ કરવા કહેતા જોત જોતામાં લાખો રૂપિયાનું દાન એકત્રિત થયું એક માસના ટૂંકા ગાળામાં મંદિર માટે ગ્રાઉન્ડ તૈયાર કરતા હાવતડ ગામના યુવાનો દ્વારા સતત સેવારત રહેતા તા૧૯/૬ના રોજ પ્લેટફોર્મ ઉભું કરી ગામધુવાડા બંધ મહાપ્રસાદનું આયોજન કર્યું અને પ્રાથમિક શાળાના બાળકો સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદનો લાભ મેળવ્યો હતો આદર્શ ગામ હાવતડની એકતા સંગઠનથી નૂતન શિખર બંધ મંદિર કાર્યમાં તન મન ધનથી સેવારત યુવાનો રામજી મંદિર નિર્માણ કાર્યમાં ઉત્સાહથી કામ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here