બારોટ સમાજ સદસ્યતા અભિયાનને ભારે સફળતા

0
324

અખિલ ભારતીય વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમેશ્વર બ્રહ્મભટ્ટ બાવેરા પરિવાર રાજસ્થાનથી સૌરાષ્ટ્રના બારોટ સમાજના સદસ્યત અભિયાન બાબતે રાજસ્થાનથી ખાસ સૌરાષ્ટ્રના પ્રવાસે પધારેલ જેમાં પ્રદેશ ખજાનચી સતીષભાઈ બારોટ મૌલિકભાઈ બારોટ તેમજ ધર્મજાગરણના પ્રદેશ ખજાનચી સતીષભાઈ બારોટ મૌલિકભાઈ બારોટ તેમજ ધર્મજાગરણના પ્રદેશ વિભાગીય સંયોજક કપીલભાઈ દવે તેમજ પ્રદેશ અધ્યક્ષ શંભુજીરાવના આદેશ મુજબ અમરૂભાઈ બારોટને પરમેશવરજી બ્રહ્મ ભટ્ટ સૌરાષ્ટ્ર ભરના પ્રવાસ દરમ્યાન સાથે રહેવા આદેશ અને દરેક જીલ્લા તાલુકામાં સદસ્યતા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું હોય તેને વધુ વેગ આપવા પ્રથમ ભાવનગર બારોટ સમાજ દ્વારા અને ભાવનગર બારોટ સમાજ પ્રમુખની કારોબારીના તમામ સભ્ય્‌ અને ભાવનગર બારોટ સમાજ દ્વારા યોજાયેલ મીટીંગમાં વડીલોના માર્ગદર્શન અને જહેમતથી ખુબ સારો પ્રતિસાદ બહોળી સંખ્યામાં મળેલ અને પરમેશ્વરજીનું દબદબાભેર સ્વાગત સન્માન યોજાયેલ અને સદસ્યતા અભિયાનના શ્રી ગણેશ ગંભીરભાઈ રેણુકા દ્વારા ઉત્સુકતાથી સભ્યો નોંધણી કાર્ય વેગ પકડેલ તેમજ ભાદ્રોડ અને મહુવા બારોટ સમાજ દ્વારા રાત્રે બેઠકનું આયોજન થયેલ આથી તા. ૧૮ના રોજ ઉપલેટા અંકલેશવરીયા બારોટ સમાજના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં  અગ્રણી જયસુખભાઈ બારોટ, ભરતભાઈ બારોટ, રાજુભાઈ બારોટ, ધરીેન્દ્રભાઈ એકડવોકેટ અને વડિલો દ્વારા પરમેશવરજીને સન્માનિત કરેલ અને ત્યાં પણ સદસ્યતા અભિયાનને વેગ અપાયો તેમજ આ તકે જુનાગઢ સુતપુરાણી બારોટ સમાજ પ્રમુખ રમેશભાઈ સોનરત, મોહનભાઈ સોનરાત, હેમુલભાઈ સોઢા તેમજ પોરબંદરથી રાજુભાઈ બારોટ સાથે બેઠક કરી આગામી કાર્યક્રમ માટે બેઠક યોજાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here