સોનગઢમાં બાહુબલીની પ્રતિમાનું આરોહણ

1105

પંખીડાના કલરવ અને સુર્યના ઉદય સાથે સોનગઢમાં બાહુબલી મુનીવરની પ્રતિમાનું આરોહણ નિર્વિઘ્ને સંપન્ન થયું છે.

સુવર્ણપુરી સોનગઢ ખાતે ગુરૂદેવ કાનજી સ્વામી તથા બહેન ચંપાબેનના ધર્મ પ્રભાવના ઉદયે નિર્માણ થઈ રહેલ જંબુદ્વિપ બાહુબલી સંકુલમાં આજે સવારે ભારે આસ્થા સાથે બાહુબલી મુનીવરની પ્રતિમાનું આરોહણ નિર્વિઘ્ને સંપન્ન થયું છે.

અગાઉ અક્ષય તૃતિયાના શુકનવંતા દિવસે પ્રતિમા આરોહણ કરવાની વિધિ દરમિયાન યાંત્રિક ખોટકો સર્જાતા તે મુલત્વી રાખવું પડ્યું હતું. જેનાથી અહીં દુર-સુદુરથી ઉપસ્થિત રહેલા મુમુક્ષુ ભાઈઓ-બહેનો સ્વાભાવિક હતાશ થયા હતા પરંતુ ગુરૂદેવની ઈચ્છા સમજી મન મનાવાયું હતું.

આજે સવારે લગભગ ૬ વાગ્યા આસપાસ પંખીડાના કલરવ અને સુર્યના ઉદય સાથે સોનગઢમાં સાદગીપૂર્વક વાતાવરણમાં થોડાક મહત્વના અગ્રણીઓ, મુમુક્ષુ ભાઈઓ-બહેનો તથા સોનગઢના ગ્રામજનોની ઉપસ્થિતિ સાથે બાહુબલી મુનીવરની વિરાટ પ્રતિમા અહીં નિર્મિત પહાડ પર નિર્વિઘ્ને સંપન્ન થયું હતું અને અનુયાયીઓએ જય જય કાર કર્યા હતા. સવારે ૬-૩૦ કલાકે જમીન પર ઉભી સ્થિતિમાં કર્યા બાદ ઈજનેરોએ તેમની આવશ્યક પુરક ચકાસણી કાર્ય કરીને લગભગ ૯ વાગ્યા આસપાસ નિર્ધારિત સ્થાન પર આરોહણ કરાવ્યું હતું. આ પ્રતિમા હાલ માત્ર આરોહણ કરાયેલ છે, જેની વિધિવત પૂજા વગેરે શ્રાવણ માસમાં યોજાશે.

Previous articleઇન્ડિગોની ફલાઇટમાં રહેલ યાત્રીઓનો સહેજમાં બચાવ
Next articleર૦ મોબાઈલ ટાવરો સીલ