પિલગાર્ડનમાંથી અજાણ્યા વૃધ્ધની લાશ મળી

0
263

ભાવનગર શહેરના પિલગાર્ડનમાં સાંજના સુમારે વોકીંગ માટે આવેલ રાહદારીઓ તથા કેટલાક અન્ય વ્યક્તિઓએ એક વૃક્ષ નીચે લાંબા સમયથી કોઈ અજાણી વ્યક્તિ સચેત અવસ્થામાં પડી હોવાનું ધ્યાને આવતા લોકોએ આ અંગે તપાસ કરતા આ વ્યક્તિ આશરે ૬પ વર્ષની વય ધરાવતા અજાણ્યા ભિક્ષુકની હોવાનું જણાતા કોઈ રાહદારીએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરતા સમીસાંજે આ વૃધ્ધ કોઈ કારણોસર મોતને ભટ્યાનું પ્રાથમિક તારણમાં ખુલવા પામ્યું હતું. આ લાશને પોલીસે પીએમ અર્થે ખસેડી તેના વાલી વારસો અંગે તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here