પરવડી ગામેથી પશુ ભરેલા આઈશરને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપ્યો

0
1223

ગારિયાધારના પરવડી ગામેથી આઈશર ટ્રકમાં પશુને ક્રુરતાપૂર્વક બાંધી કતલખાને લઈ જતા ત્રણ શખ્સોને ગારિયાધાર પોલીસે વહેલી સવારે ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગત મુજબ, ગારિયાધાર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે પરવડી ગામે બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહેલા આઈશર ટ્રક નં.જીજે૧૯ વી રપ૪૭ને અટકાવતા ચાલકે પુરપાટ ઝડપે આઈશર ભગાડતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી આઈશરને ઝડપી લીધો હતો. જેમાં ક્રુરતાપૂર્વક બાંધેલી નવ ભેંસો મળી આવતા આઈશરમાં બેસેલા સામા પાંચાભાઈ વાઘેલા રે.વિજપડી, લાલા બાઘુભાઈ અને સાગર લઘરભાઈ રે.ગોરડકાને કુલ રૂા.૭ લાખ રપ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી પુછપરછ કરતા પકડાયેલ નવ ભેંસોને ગોરડકાથી નંદાસણ લઈ જતા હોવાની કબુલાત આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here