વાઈબ્રન્ટ સમિટ પાર્ટનર ઇઝરાયેલના પ્રવાસે જશે મુખ્યમંત્રી વિજય રૂપાણી

1188

મુખ્યપ્રધાન વિજય રુપાણી ૨૬ જૂનથી ઇઝરાયેલ પ્રવાસે જશે. તેમના પ્રવાસ દરમિયાન ટેક્નોલોજીને લઇને ઇઝરાયેલ અને ગુજરાત સરકાર વચ્ચે અનેક કરારો થશે. સીએમ રુપાણી સાથે સરકારી અને બિઝનેસ ડેલિગેશન પણ ઇઝરાયેલના પ્રવાસે જઈ રહ્યાં છે. આ મુલાકાત વાઇબ્રન્ટ સમિટને લઇને છે. ઇઝરાયેલની અનેક કંપની ગુજરાતમાં રોકાણ કરવા માટે ઉત્સુક છે, તેમ જ આ વખતે વાઇબ્રન્ટ સમિટમાં ઇઝરાયેલ પાર્ટનર પણ છે, જેથી આ પ્રવાસ ગોઠવાયો છે.

ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલી પીએમ બેન્ઝામિન નેતન્યાહૂ ૧૭ જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યાં છે. ભારતના પ્રવાસે આવેલા ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂ પીએમ મોદી સાથે ગુજરાતના એક દિવસના પ્રવાસે આવી પહોંચ્યા હતા. અહીં તેમણે આશ્રમની મુલાકાત લીધી હતી. બાદમાં બાવળા ખાતે ૈઝ્રિીટ્ઠીં સેન્ટરમાં હાજરી આપી હતી. ૧૪થી ૧૮મી જાન્યુઆરી સુધીના ભારત પ્રવાસ દરમિયાન ગુજરાતના પ્રવાસે આવેલાં પીએમ નેતન્યાહૂએ રાજ્યને એક ખાસ ગિફ્‌ટ આપી હતી. મોદી-નેતન્યાહૂએ વીડિયો લિંક દ્વારા બનાસકાંઠાના સુઈગામને દરિયાના ખારા પાણીને મીઠા પાણીમાં ફેરવતી ખાસ જીપ ગિફ્‌ટમાં આપી હતી. આ જીપનું નામ ગૈલ મોબાઈલ વોટર ડીસેલિનિસેશન એન્ડ પ્યૂરિફિકેશન જીપ છે. આ જીપ સી વોટર પ્યોરિફિકેશન ટેક્નોલોજીથી સજ્જ છે. આ જીપ સમુદ્રના પાણીને પીવાલાયક બનાવે છે.

Previous articleકોર્પોરેશનમાં ભળેલા પાંચ ગામોને પાણી ડ્રેનેજની પ્રા.સુવિધા ઝડપથી પુરી પાડો – નેતા પરેશ પંડયા
Next articleમેડિકલમાં પ્રવેશ માટે નીટનું મેરિટ લિસ્ટ ૨૬ જૂને જાહેર