બાપુ ગુજરાત નોલેજ વિલેજ કેમ્પસમાં યોગ દિવસની ઉજવણી

1306

બાપુ ગુજરાત નોલેજ વિલેજ સંસ્થાની શંકરસિંહ વાઘેલા બાપુ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં ૨૧ જૂન ૨૦૧૮, વિશ્વ યોગ દિવસના અનુક્રમે એક સુંદર યોગ દિવસ ઉજવવાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત ફોરેસ્ટ એન્ડ એનવયરમેંટ ડિપાર્ટમેંટમાં ડ્ઢરૂ.ર્જીં તરીકે ફરજ બજાવતા વિજયભાઈ ચોટલીયા યોગ ગુરુ તરીકે હાજર રહ્યા હતા. વિજયભાઈ એ સંસ્થાની વિવિધ કોલેજ જેવી કે એન્જીનિયરીંગ, ફાર્મસી, બી.એસ.સી, બી.કોમ. તથા લૉ કોલેજના વિધાર્થીઓને યોગ કરવાની સાચી રીત તથા તેનું મહત્વ સમજાવ્યું હતું.

તેઓએ વિવિધ આસનો તથા પ્રાણાયામ કરવાની ટેક્નિક બતાવતા કહ્યું હતું કે “યોગ ભગાવે રોગ” તેમણે આ મંત્ર જીવનમાં સાર્થક કરવા માટે દરરોજ ૨૦ થી ૨૫ મિનિટ ખોરાકની દિનચર્યાની જેમ યોગને પણ જીવનની દિનચર્યા બનનાવવી જોઈએ તે વાત પર ભાર મૂક્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં કેમ્પસ ડાયરેક્ટર પ્રો. રવિકુમાર, પ્રિન્સિપાલ ડો. કિંજલ મેડમ હાજર રહી વિધાર્થીઓને પ્રોત્સાહન પૂરું પડ્‌યું હતું. કોલેજના સ્ટાફ પરિવાર તથા વિધાર્થીઓના પ્રયત્નોથી આ કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Previous articleબ્રહ્માકુમારી કેન્દ્ર, સેકટર-ર૮ ખાતે યોગ દિનની ઉજવણી કરાઈ
Next articleમધુર ડેરી તથા ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજીત વિશ્વ યોગ દિવસની ઉજવણી