ઢસા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

1084

તન અને મન ને પ્રફુલિત અને તાજગીપૂર્ણ રાખવાં માટે પ્રાચીન કાળથી આપણાં ઋષિમુનીઓએ યોગવિદ્યાની અમુલ્ય ભેટ આપી છે.આપણે ગૌરવ લઈ શકીએ છીએ કે સમગ્ર. વિશ્વમાં યોગદિવસની ઉજવણી કરવામાં આવી રહીં છે. ૨૧ જુનને વિશ્વ યોગ દિવસ જાહેર કરાયા બાદ આજે દેશ અને વિદેશમાં ચોથા યોગદિવસની ઉજવણી કરવામાં આવી રહીં છે. જેમા ઢસાગામ ખાતે પણ અધિકારી મહાનુભાવો, ગ્રામજનો ઉપસ્થિતિ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તાલુકા વિકાસ અધિકારી, હોમગાર્ડ યુનિટ-ઢસા, કેળવણી મંડળના વિદ્યાર્થીઓ, ગ્રામજનો મોટીસંખ્યામાં જોડાયા હતા.

બોટાદ જિલ્લાના ઢસાગામે સોની જયંતિ લાલ નરશીદાસ ના શોરૂમ ના માલિક  શૈલેશ ભાઇ સોની દ્વારા ઢસા હોમગાર્ડના જવાનો ને  ટીશર્ટ આપી બાઈક રેલી. કાઢી અનોખી રીતે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

Previous articleઝાંઝમેરના દરિયા કિનારે યોગનો કાર્યક્રમ યોજાયો
Next articleભાવનગર તા.પં. પ્રમુખનું કોળિયાકમાં ભવ્ય સ્વાગત