બોરડાના અલ્પેશ ચૌહાણને વિશ્વગુરૂ વિદ્યાપીઠ એવોર્ડ

1197

તળાજાની વિશ્વ ગુરૂ વિદ્યાપીઠનો વિદ્યાર્થી અને બોરડાના પ્રેસ મીડિયા પ્રતિનિધિ મથુર ચૌહાણના પુત્ર અલ્પેશ ચૌહાણે ગત પરીક્ષામાં તળાજાની શાળામાં ત્રીજો ક્રમ મેળવ્યો હતો. તેથી શાળાના આચાર્ય સંચાલક અને સ્ટાફ નટરવભાઈ વાળા, કામળીયાભાઈ આગેવાનો વેપારી, પ્રમુખ સરપંચ અને વિદ્યાર્થીઓ વાલીઓની હાજરીમાં ત્રીજા ક્રમે પ્રાપ્ત કરી શાળા બોરડા ગામે અને તાલુકાનું નામ રોશન કરવા બદલ ઈનામોથી નવાજવામાં આવ્યા હતાં અને વિશ્વ ગુરૂ વિદ્યાપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. બોરડાના પ્રેસ મીડિયા પ્રતિનિધિ મથુર ચૌહાણના પુત્ર અલપેશ ચૌહાણ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

Previous articleભાવનગર તા.પં. પ્રમુખનું કોળિયાકમાં ભવ્ય સ્વાગત
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે