સિહોરની સંસ્કૃતિ સ્કુલમાં વિદ્યાર્થીઓની ચૂંટણી યોજાઈ

1032

સિહોર શહેરની શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ-સિહોર ખાતે ધોરણ-૬ થી ૧૦ અને ૧૧, ૧૨ આટ્‌ર્સ, કૉમર્સના વિદ્યાર્થીઓ દ્વારા બેલેટ પદ્ધતી દ્વારા ગુપ્ત મતદાન કરી શાળા પંચાયતના સભ્યોની પસંદગી કરવામાં આવી હતી. જેમા વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થી પ્રમુખ, વિદ્યાર્થી ઉપપ્રમુખ, વર્ગ પ્રતિનીધી પ્રાર્થના મંત્રી, સફાઈ મંત્રી, આરોગ્ય મંત્રી, સાંસ્કૃતિ કાર્યક્રમ મંત્રી, રમત-ગમત મંત્રી, પ્રવાસ પર્યટન મંત્રી, પાર્કિંગ વ્યવસ્થા મંત્રી, જળ વ્યવસ્થા મંત્રી, બાગાયત મંત્રી, ઉત્સવ મંત્રી, શિસ્ત મંત્રી, મહેમાન મંત્રી, સાઉન્ડ વ્યવસ્થા મંત્રી, કેન્ટીન વ્યવસ્થા મંત્રી, બુલેટીન બૉર્ડ મંત્રી, સ્વયં સેવક મંત્રી, શિક્ષણ મંત્રી  જેવા અનેક વિભાગોનું સુચારૂ રીતે વિદ્યાર્થીઓ દ્વારા સંચાલન થઈ શકે તે હેતુથી વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓને ચુંટી એક અદભુત શાળા પંચાયતની રચના કરવામાં આવી હતી. આ ચુંટણી પ્રક્રિયામાં વિદ્યાર્થીઓએ ખૂબ જ રસપુર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરીવારે ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleઈસ્કોન કલબ ખાતે યોગ ડેની ઉજવણી
Next articleરાજુલાના ડુંગર પોલીસ સ્ટેશનને ફાળવેલ મોટરસાયકલનો બેફામ રીતે દુરઉપયોગ