સિહોર ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી

1667

તન અને મન ને પ્રફુલિત અને  તાજગીપૂર્ણ રાખવા માટે પ્રાચીનકાળથી આપણા ઋષિમુનીઓએ યોગવિદ્યાની અમુલ્ય ભેટ આપી છે. આપણે ગૌરવ લઈ શકીએ છીએ કે સમગ્ર વિશ્વ આજે યોગ પ્રત્યે આકર્ષિત થયું છે અને આજે સમગ્ર વિશ્વમાં યોગદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.૨૧ જુનને વિશ્વ યોગદિવસ જાહેર કરાયા બાદ આજે દેશ અને વિદેશોમાં ચોથા યોગદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.જેમાં સિહોર ખાતે પણ અધિકારી મહાનુભાવોની ઉપસ્થિતિ ઉજવણી કરવામાં આવી હતી. યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા મળેલી અમુલ્ય ભેટ છે.તેમાં મન અને શરીર,વિચાર અને ક્રિયા,સંયમ અને પરિપૂર્ણતા વચ્ચે રહેલી એકતા છે. યોગ એ આરોગ્ય અને કલ્યાણનો સમગ્ર દ્રષ્ટિકોણ છે.આપણું સૌભાગ્ય ગણી શકાય કે આજે આખું વિશ્વ યોગ પ્રત્યે આકર્ષિત થયું છે અને આજે ચોથા વિશ્વ યોગદિવસથી ઉજવણીમાં જોડાયું છે. જેના ભાગરૂપે સિહોરની એલડી મુનિ સ્કૂલ અને ગલ્સ સ્ફુલ ખાતે હજારો લોકો આજે યોગદિવસમાં જોડાયા હતા. વિશ્વ યોગદિવસની ઉજવણીના ભાગરૂપે આજે વહીવટીતંત્ર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. એલડીમુની સ્કૂલ અને ગલ્સ સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે યોગદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સિહોર એસડીએમ ઝંકાર, મામલતદાર આંબલિયા, નાયબ મામલતદાર સોલંકી, વાળાભાઈ, નગર પાલિકા પ્રમુખ દીપ્તિ બેન, નગર સેવકો પોલીસ અધિકારી સોલંકી સહિત સ્ટાફ, ફોરેસ્ટ વિભાગ, નગર હોમગાર્ડ વિભાગ, તમામ સ્ફુલના શિક્ષકો, ટ્રાફિક બ્રિગેટ સહિત શહેરના શ્રેષ્ટિઓ, આર્ટ ઓફ લિવીંગ, સમર્પણ ધ્યાન શિબિર, યુનિ.સ્ટાફ, પ્રજાપિતા બ્રહ્મકુમારી ઇશ્વરિય વિદ્યાલય, ગાયત્રી પરિવાર, સ્વાધ્યાય, પરિવાર, શહેરની પ્રાથમિક, માધ્યમિક શાળાઓ, કોલેજો,નગરપાલિકા ના કર્મચારીઓ સહિતના અનેક લોકો જોડાયા હતા.સવારે ૭ કલાકથી કાર્યક્રમ શરૂઆત થઇ હતી જેમાં સુક્ષ્મક્રિયા, પ્રાણાયામ, ભદ્રાસન-વજ્રાસન-અનુલોમ વિલોમ પ્રાણાયામ સહિતના આસનો કર્યા હતા.

Previous articleઓમ ઈન્ટરનેશનલ વિદ્યા સંકુલ કુંભારીયામાં ઉજવાયો ભવ્ય આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
Next articleEx સર્વિસમેનને જુના નિયમ મુજબ જ મળશે દારૂની પરમીટ : ગૃહ રાજ્યમંત્રી