આડોડીયાવાસનો રોમેશ ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે ઝડપાયો

0
1313

શહેરના આડોડીયાવાસ વિસ્તારમાં રહેતો રોમેશ ઈંગ્લીશ દારૂ લઈ ભાવનગર તરફ આવી રહ્યો હોવાની પૂર્વ બાતમી આધારે એલસીબી ટીમ વોચ રહી વલ્લભીપુર-ઉમરાળા જવાના રસ્તે પુલ પાસેથી રોમેશ આડોડીયાને ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો.

પોલીસ અધિક્ષક માલની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ.ઇન્સ. એન.જી. જાડેજાએ સુચના કરતા પો.કોન્સ. ચંદ્રસિંહ બી. વાળાને બાતમી રાહે હકિકત મળેલ કે ભાવનગર આડોડીયાવાસમાં રહેતા રોમેશ દિનેશ પરમાર પોતાની મહેન્દ્રા લોગાન જીજે ૧ એચએસ ૩૭૪૮ વાહનમાં બહારથી પરપ્રાંત દારૂનો જથ્થો ભરી વલ્લભીપુર હાઇવે રોડ ઉપર નિકળવાનો છે. જેથી પોલીસ સ્ટાફના માણસો સાથે એલ.સી.બી.ની ટીમ ભાવનગરથી નિકળી વલ્લભીપુર ઉમરાળા જવાના રસ્તાના પુલ પાસેથી  રોમેશ દિનેશ પરમાર પોતાની મહેન્દ્રા લોગાન લઇને નિકળતા તેને રોકી કારમાં ઝડતી તપાસ કરતા તેમાંથી પરપ્રાંત દારુનો જથ્થો બોટલ નંગ-૧૭૯ કિ.રૂ ૫૩,૭૦૦/- તથા મહેન્દ્રા લોગાન ગાડી કિ.રૂ. ૧,૦૦,૦૦૦/-સહીત કુલ કિ.રૂ ૧,૫૩,૭૦૦/- નો મુદામાલ સાથે મળી આવતા ઇસમને પ્રોહી. એકટ કલમઃ-૬૫ એ,ઇ,૧૧૬બી ૯૮(૨) મુજબ ધોરણસર અટકાયત કરી તેના વિરૂધ્ધ વલ્લભીપર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવામાં આવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here