શાળા પ્રવેશોત્સવનો શહેરી કક્ષાના બીજા તબક્કાનો પ્રારંભ

965

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે બાળ સામાજિક મજબૂરી અને વિવિધ પ્રકારની વિષમતાના કારણે જે બાળકો શાળાએ નથી આવતા તેવા બાળકો માટે રાજ્ય સરકાર આગામી દિવસોમાં ખાસ યોજના તૈયાર કરી રહી હોવાના સંકેત મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આપ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવનો શહેરી કક્ષાના બીજા તબક્કાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર શહેરની કન્યા વિદ્યાલય ખાતેથી પ્રવેશોત્સવ આરંભ કરાવ્યો હતો. આ તબક્કે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ૨૦૨૨ સુધીમાં ૧૦૦ ટકા નામાંકન અને “૦” ટકા ડ્રોપ આઉટનું લક્ષ્ય એ સરકારનો ગોલ્ડન ગોલ છે. ત્યારે સ્પષ્ટ સંકેતો આપતા જણાવ્યું હતું કે, સામાજિક મજબૂરી અને વિષમતાના કારણે હજુ પણ રાજ્યના કેટલાક બાળકો પ્રવેશથી વંચિત રહ્યા છે. ત્યારે સો ટકા નામાંકન થાય તે હેતુથી અમારી સરકાર આગામી દિવસોમાં વિશેષ અભિયાન હાથ ધરશે અને યોજના તૈયાર કરી ઝીરો ટકા ડ્રોપ-આઉટનો ગોલ સિદ્ધ કરશે.

સરકારી શાળાઓમાં અપાતા શિક્ષણની ગુણવત્તા અંગે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની સરકારી શાળાઓ શિક્ષણ સ્તર સુધારવા માટે પણ સરકાર કટિબદ્ધ બની છે. ત્યારે ખૂબ જ ટૂંકા સમયમાં આ દિશામાં પણ વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવશે અને છેવાડાના ગામડા સુધી બાળકોને ઉત્તમ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત થાય તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે.

આ માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ મેપ તૈયાર કરી શિક્ષણનું સ્તર સુધારવા ખૂટતી કડીઓને જોડવાનો સંપૂર્ણ પ્રયાસ કરાશે.

Previous articleએફએસએલ અને ઈડી વચ્ચે મહત્વના એમઓયુ થયા
Next articleઢસા પ્રા.આ. કેન્દ્ર દ્વારા કુપોષણ મુકિત ગુજરાત અભિયાનનો પ્રારંભ