ચેમ્બર પ્રમુખ તરીકે સુનિલ વડોદરીયા, ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ ચાર્જ સંભાળશે

3034

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ૭પમાં વાર્ષિક સામાન્ય સભા તા.ર૪-૬-ર૦૧૮, રવિવારે શિવશક્તિ હોલ ખાતે પ્રથમ સત્ર ૯-૦૦ થી ૧૦-૩૦ વાગ્યા સુધી રહેશે. જેમાં ચેમ્બરના ગત નાણાંકિય વર્ષના ઓડીટેડ હિસાબોને મંજુરી, ચાલુ નાણાંકિય વર્ષ માટે ઓડીટર્સની નિમણુંક જેવી બાબતો હાથ ધરવા ઉપરાંત ચેમ્બરની ગત વર્ષની કામગીરીનો અહેવાલ સભ્યોને આપવામાં આવશે. બીજુ સત્ર ૧૦-૩૦ કલાકે શરૂ કરવામાં આવશે. જેમાં ચેમ્બરના પ્રમુખ તરીકે સુનિલભાઈ વડોદરીયા તથા ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ કામાણી પદ ગ્રહણ કરશે. આ પ્રસંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ જયમીનભાઈ વસા મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેશે. બીએપીએસના સંત પ.પૂ. આત્મતૃપ્ત સ્વામીની કી નોટ સ્પીકર તરીકે ઉપસ્થિત રહેશે. તેઓ ટેક્ષટાઈલ ઈજનેર છે તથા ખૂબ જ સારા વક્તા છે અને સ્ટ્રેસ મેનેજમેન્ટ વિષય પર મનનીય વક્તવ્ય આપશે. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે ભાવનગરના મેયર મનહરભાઈ મોરી, ભારતીબેન શિયાળ, રાજેન્દ્રસિંહજી રાણા, મહેન્દ્રભાઈ ત્રિવેદી, ગીરીશભાઈ શાહ, ચેરમેન-અલંગ એરીયા ડેવલપમેન્ટ ઓથોરીટી તથા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શૈલેષભાઈ પટવારી હાજર રહેશે. આ પ્રોગ્રામ દરમિયાન વર્ષ ર૦૧૭-૧૮ના વર્ષનો સર પ્રભાશંકર પટ્ટણી એક્સલ એવોર્ડ ઓફ એક્સલન્સ જળસંચય-રીચાર્જીંગ વિષય અંતર્ગત આ ક્ષેત્રમાં નમુનેદાર કામગીરી કરનારા ભાવનગર જિલ્લાની પ્રતિષ્ઠિત સંસ્થા ગ્રામ નિર્માણ સમાજ, મહુવા તથા સરદાર યુવા મંડળ, ભાવનગરને મુખ્ય મહેમાન જયમીનભાઈ વસા તથા અન્ય અતિથિઓના વરદ હસ્તે એનાયત કરવામાં આવશે.

Previous articleમારૂતી ઈમ્પેક્સમાં GSTનું ચેકીંગ : ચર્ચાએ જોર પકડ્યું
Next articleતખ્તેશ્વર સ્ટેશન હટાવી ફોર ટ્રેક રોડ બનાવાશે