મેરીટાઈમ બોર્ડના કર્મચારીઓના પડતર પ્રશ્નો મુદ્દે ૨૭મીએ ધરણા

982

ગુજરાત મેરીટાઈમ ર્બોર્ડના કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નોને લઈને ૨૭ જુનના રોજ પ્રતિક ધરણા કરવામાં આવશે. ભારતીય મઝદુર સંઘ સાથે સંલગ્ન ગુજરાત પોર્ટ એન્ડ ડોક કર્મચારી મહાસંઘ દ્વારા મેરીટાઈમ બોર્ડના કર્મચારીઓ તથા પેન્શનરોના વિવિધ પ્રશ્નો અંગે વખતોવખત મેનેજમેન્ટ સમક્ષ રજુઆત કરવામાં આવી છે. છતાં પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી આવ્યુ. સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતિક ધરણામાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહેશે તેવું પ્રમુખ શંકરભાઈ પી. વાઘેલાએઔજણાવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા વર્ગ-૩ની ૪૦ જેટલી જગ્યાઓ મંજુર કરવામાં આવી છે. જેમાં વર્કચાર્જ સહિત દોલતભાઈ પરમાર લાભાર્થી (દો.પ.લા.) કર્મચારીઓ ને કાયમી મહેકમમાં નિમણુંક આપી સમાવવા, ચાલુ ફરજ પર અવસાન પામેલા કર્મચારીઓના આશ્રિતોને આર્થિક સહાય ચુકવવાનું, વર્ગ-૪માંથી વર્ગ-૩માં નિમણુંક થયેલા કર્મચારીઓને પ્રમોશન આપવા, રોજમદાર કર્મચારીઓને છઠ્ઠા અને સાતમા પગાર પંચ મુજબ સુધારેલું પેન્શન ચુકવવામાં આવ્યું નથી તે સત્વરે ચુકવવા, પેન્શનરોને ઓળખપત્ર આપવા, વહીવટી-વર્કચાર્જ તથા દો.પ.લા. કર્મચારીઓની સુધારેલી અગ્રતાપદ યાદી બનાવવા વગેરે નિતિવિષયક પ્રશ્નો છે આ ઉપરાંત વેરાવળ, પોરબંદર તથા નવલખી બંદરો ઉપરના સ્થાનિક પ્રશ્નો પણ રજુ વણઉકલ્યા છે.

Previous articleએચસીજી હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીઓને કરાતી કનડગત
Next articleસેશેલ્સ ગણરાજ્યના રાષ્ટ્રપતિ ડેન્ની એન્ટોની રોલેન ફોરે ગુજરાતની બે દિવસની મુલાકાતે