શહેર જિલ્લામાં પરંપરાગત રીતે ભીમ અગિયારસ પર્વની ઉજવણી

1425

ભાવનગર શહેર જિલ્લમાં પ્રતિ વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ જેઠ સુદ એકાદશી એટલે કે ભીમ અગિયારની ઉજવણી કરવામાં આવી હતી શહેરની તુલનાએ ગ્રામ્ય પંથકમાં લોક પર્વની ખુબ સારી ઉજવણીની પરંપરા જોવા મળી હતી.

સૌરાષ્ટ્ર કચ્છ કાઠીયાવાડ પંથકમાં જેઠ સુદ એકાદશીને ભીમ અગીયારસ, નિર્જળા એકાદશી તથા વાયદા એકાદશી-ખેડુતોની તરીકે ઓળખવામાં આવે છે આવા પૌરાણીક તહેવારોનું ગ્રામ્ય પંથકમાં ભારે મહાત્મય છે આજે પણ ગામડા ગામના લોકો ભારે હોંશ ઉત્સાહભેર આવા પર્વની ઉજવણી ધામધૂમ પૂર્વક કરે છે જ્યારે શહેર કક્ષાએ ઠીક ઠીક રીતે કરવામાં આવે છે ભાવનગર શહેર જિલ્લામાં આજના પર્વને લઈને લોકોમાં પરંપરાગત પ્રથા રસમ રીવાઝ અકબંધ જોવા મળ્યો હતા શુભ દિનને લઈને શહેરમાં નવા મકાન દુકાનની ખરીદી જમીનો, નવાવાહનો અથવા અન્ય ઈલેકટ્રીક સાધનોની ખર્ચ ખરીદી કરવામાં આવી તો બીજી તરફ પૌરાણીક મંદિરોમાં ભગવાનને ખાસ નૈવેધનો મહા અન્નકુટ ધરવામાં આવ્યો વૈષ્ણવો એ બાર માસની મહા એકાદશી નિમિત્તે ઉપવાસી રહી વિષ્ણુ ભગવાનની સેવા પૂજા કરી પરભવનું ભાથુ બાંધ્યુ તો બીજી તરફ સગાઈ જેવા સામાજીક પ્રસંગોની પણ ઉજવણી મુખ્ય બની રહી હતી વિદાય લેતી કેરીની સિઝન અને ભિમ એકાદશીનો મુખ્ય તહેવાર કેરીની મિજબાની મધ્યમ તથા ગરીબ વર્ગ માટે મોંઘી બની છેલ્લા બે દિવસથી કેરીના ભાવોમાં જોરદાર ઉછાળો આવ્યો હતો આજે ૧ કિલોનો ભાવ રૂા.૧૦૦થી લઈને ૨૦૦ સુધી બોલાયો હતો પંરતુ કેરી આરોગવા માટે લોકોએ વચગાળાનો રસ્તો અપનાવી મિઠાઈ વિક્રેતાઓને ત્યાથી ૮૦ રૂપીયે કિલો મળતો તૈયાર રસ ખરીદી મિજબાની માણી હતી તો બીજી તરફ જુગાર શોખીનોએ પણ પોલીસથી બચી છાને ખુણે હુકમની બાજી માંડી ધુર્તક્રિડાની મૌજ માણી હતી.

Previous articleસિહોર શહેરમાં ખિસ્સાકાતરૂ અને મોબાઈલ ચોર ગેંગ સક્રિય
Next articleઘોઘાના કણકોટ ગામના યુવાનને ઢોર માર મારતાં સારવારમાં મોત